ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (12:07 IST)

ભાજપ તારી ભૂલ, કરમાઈ જશે ફુલ - અર્બુદાધામ ખાતે ચૌધરી સમાજનું મહાસંમેલન

વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાને પાઘડી મુકાઈ

Chaudhary Samaj
વીસનગર તાલુકાના બાસણા ગામે અર્બુદા ધામમાં સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજન અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અર્બુદા સેના તેમજ આંજણા ચૌધરી સમાજ ઊમટી રહ્યો છે. અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને તેનો ઠેર ઠેર આંજણા ચૌધરી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વીસનગર તાલુકાના બાસણા ગામે તેમની ધરપકડના વિરોધમાં સદભાવના યજ્ઞ અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે સંમેલનમાં વિપુલ ચૌધરી હાજર જોવા નહોતા મળ્યા, જેને પગલે વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાને પાઘડી મૂકવામાં આવી હતી.આ સંમેલનમાં સવારથી જ મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી છે. લોકો ગામેગામથી ટ્રેક્ટર, ગાડીઓ, લક્ઝરી બસો લઈને આંજણા ચૌધરી સમાજ ઊમટી પડ્યા છે. ગામેગામેથી ટ્રેક્ટરો, ગાડી, લક્ઝરી સહિતનાં સાધનોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં મહાસંમેલનમાં જોડાઈ રહી છે, જેને જોતાં સઘન પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.અર્બુદા ધામ બાસણા ખાતે અર્બુદા માતાના મંદિરમાં સદભાવના યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અર્બુદા સેનાનું સંગઠન જળવાઈ રહે અને સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી ધરપકડમાંથી મુક્ત થાય એ માટે હવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એમાં સવારથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે.