ગુરુવાર, 3 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (13:10 IST)

Gujarat assembly election 2022- ગુજરાત-હિમાચલમાં વિધાનસભા ચૂંટણી ક્યારે ? આજે બપોરે 3 વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફ્રેંસમાં થશે જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર
બપોરે ત્રણ વાગે કેન્દ્રીય ચૂંટણીપંચ કરશે પ્રેસ કોન્ફરન્સ
પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખ થઇ શકે જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે નહીં થાય જાહેર: સૂત્રો
આજે માત્ર હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખ થશે જાહેર
બપોરે ત્રણ વાગે કેન્દ્રીય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
જેમાં હિમાચલની ચૂંટણી તારીખની થઇ શકે ઘોષણા
ગુજરાતની ચૂંટણી 20 ઓકટો.બાદ થઇ શકે જાહેર

ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.
 
Election Commission Press Conference Today: ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યા પછી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં બંને રાજ્યોમાં ચૂંટણીની અટકળો ચાલી રહી હતી. આવી સ્થિતિમાં આજે તમામની નજર આ પીસી પર રહેશે કે બંને જગ્યાએ ચૂંટણી ક્યારે થશે.
ગુજરાત વિધાનસભામાં જીત બાદ ભાજપે ફરી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા છે. વર્ષ 2021માં ભાજપે નેતૃત્વમાં ફેરફાર કરીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા. હિમાચલ પ્રદેશમાં 2017માં ભાજપે જયરામ ઠાકુરને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવામાં આવે તેવી શક્યતા છે.

(Edited bY- Monica Sahu)