રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (17:14 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 50 ટકા મતદાન મથકો પર વેબ કેમેરા લગાવવામાં આવશેઃ ચૂંટણી પંચ

ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણીપંચની ટીમે તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી અંગે મહત્ત્વની માહિતી આપી હતી.ચૂંટણીમાં 50 ટકા મતદાન મથકો પર વેબ કેમેરા લગાવવામાં આવશે તેમજ આખરી મતદારયાદી 10મી ઓક્ટોબરે પ્રસિદ્ધ થશે.

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતની ચૂંટણી અંગેની તૈયારી વિશે જણાવતાં કહ્યું હતું કે ચૂંટણી માટેનું મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. વિકલાંગ અને દિવ્યાંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 7 મતદાન કેન્દ્ર એવાં હશે, જેમાં માત્ર મહિલા મતદાન કરશે. એમાં મહિલા પોલિંગ અધિકારીઓ અને પોલીસ પણ મહિલા હશે. તમામ કેન્દ્રો પર એક દિવ્યાંગ બૂથ હશે, જ્યાં માત્ર દિવ્યાંગ મતદાન કરી શકશે. 10 ઓક્ટોબર પછી મતદાર મતદાન કાર્ડ કઢાવી શકાશે. કલેક્ટરને સૂચના અપાઈ કે 100 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું ઘરે જઈને સન્માન કરવામાં આવે, કારણ કે તેઓ 100 વર્ષના વોટર છે.મતદાર 80 વર્ષથી 100 વર્ષની વયનાં હશે તો તેમને મતદાન કેન્દ્ર સુધી લાવવામાં આવશે અને પરત મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા ન આવતા હોય તો ચૂંટણીના અધિકારીઓ તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. આ ઉપરાંત તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયા વીડિયોગ્રાફી થશે. આ ઉપરાંત મતદાન ગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવાર હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રકિયા ઘરે થશે, જેથી કોઈ વિરોધ ન કરી શકે.રાજકીય પક્ષો સાથે બેઠક કરાઈ હતી અને તેમને કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા. બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ, ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો તેમના સૂચન ચૂંટણીપંચને આપ્યા હતાં. સી વિઝલન કરીને એક એપ્લિકેશન જાહેર કરી છે. ચૂંટણી દરમિયાન થતાં કોઈ ખોટાં કામો તેનો વીડિયો બનાવીને તેની ફરિયાદ કરે તો 100 મિનિટના ગાળામાં એ ફરિયાદના આધારિત પગલાં ભરવામાં આવશે. ફરિયાદી પોતાનું નામ ગુપ્ત રાખવા માગે તો તે નામ પણ ગુપ્ત રહેશે, જેમાં દારૂ હેરાફેરી, રૂપિયાની લેતીદેતી કે હેરાફેરીનો કોઈ પ્રયાસ કરે તો તેઓ આ એપ્લિકેશન પર સીધી ફરિયાદ કરશે.