1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
  4. Gujarat civic polls results 2015 Live

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને પોતાના ઘરઆંગણે મોટો ઝટકો

પાટીદાર અનામત આંદોલન
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને પોતાના ઘરઆંગણે વોર્ડ નં. ૨માં ભાજપની પેનલની જીત થતાં મોટો ઝટકો લાગ્યો છે. વીરમગામ પાસનું એપી સેન્ટર ગણાય છે. અમદાવાદ સહિત રાજ્ય અને દેશની નજર જે પરિણામો પર હતી અને પાસના વિરોધના વાતાવરણ વચ્ચે ભાજપને સહન કરવાનું આવશે તેવી ચર્ચાઓ અને અટકળોની વચ્ચે ભાજપે ઘરઆંગણે હાર્દિકને હરાવ્યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. હાર્દિક પટેલના વીરમગામના નિવાસસ્થાન વોર્ડ નં. ૨ની પેનલ પર ભાજપે જીત મેળવી છે. હાર્દિક હાલમાં જેલમાં છે. પાટીદાર અનામત આંદોલનનો જેના પર મદાર રહ્યો હોવાનું ચર્ચાય છે તે હાર્દિક પટેલને ઘરઆંગણે જ હારનો મોટો ઝટકો લાગ્યો છે