શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 જુલાઈ 2023 (15:20 IST)

નોટબંધી કાળાનાણાને ખતમ કરવા નહી પણ ઈમાનદાર ગરીબ લોકોને પરેશાન કરવા માટે છે - રાહુલનો મોદી પર આક્ષેપ

નોટબંધી પછી રાહુલ ખૂબ આક્રમક બન્યા છે. આજની સભામાં પણ તેમનો આક્રમક મિજાજ દેખાયા  તેઓ ગુજરાતમાં સરકાર સામે આંધી જગાવવા આવ્યા છે. નવ વર્ષ બાદ મહેસાણા આવેલા રાહુલ ગાંધી બપોરે 2 વાગીને 50 મિનિટે હેલિકોપ્ટરથી આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે લોકોનું અને સ્થાનિક નેતાઓનું હાથ હલાવી અભિવાદન સ્વીકાર્યું હતું.
 
મંચ ઉપર સ્થાનિક પાટીદાર નેતાઓ સહિત આદિવાસી, દલિત અને મુસ્લિમ, રબારી, ચૌધરી સમુદાયના આગેવાનોએ પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું વિવિધ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. જાહેરસભાને સૌપહેલાં શંકરસિંહ વાઘેલાએ સંબોધી હતી જેમાં જણાવ્યું કે મા ઉમિયાના પૂજારીએ રાહુલના મનની ઇચ્છા પૂરી થાય તેવા આશીર્વાદ આપ્યાં છે. પીએમ મોદી અને મોદી સરકાર લોકોની લાગણીઓ છંછેડી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે જનતાને સંબોધતા કહ્યું કે રાહુલની આ જનસભા વિશે ઇતિહાસમાં લખાશે કે સભાની સફળતાએ કોંગ્રેસ માટે ગુજરાતમાં નવો ઇતિહાસ રચ્ચો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે જણાવ્યું કે કોંગ્રેસની નવસર્જનસભાની સફળતાથી ભાજપના નેતાઓ ડઘાઈ અને બઘવાઇ ગઇ છે.
 
- રાહુલ ગાંધીએ કહ્યું કે શંકરસિંહ વાઘેલાએ મને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મેગા ઈવેન્ટ માસ્ટર હે, જ્યારે એ ઇવેન્ટ બનાવે છે ત્યારે તેમનું પ્લાનિંગ જોરદાર હોય છે.
 
- દેશના 1% ધનિકોને દેશનું 60% ધન પકડાવી દીધું છે. આજ લોકો મોદી સાથે પ્લેનમાં અમેરિકા, ચીન જાય છે. કાળું નાણું દેશના 90% પ્રમાણિક જનતા પાસે નથી, આ 1% લોકો પાસે છે. 

- ભારતનું કાણું નાણું વિદેશી બેંક એકાઉન્ટ્સમાં છે. તેમણે વચન આપ્યું હતું કે, કાણું નાણું પરત લાવીશ.  સ્વિટ્ઝરલેન્ડની બેંકોએ તમને લિસ્ટ આપ્યું છે. લિસ્ટમાં જેમના નામ છે તે બધાંના નામ સંસદમાં કેમ જાહેર ન કર્યા? કેમ આ લોકોને બચાવી રહ્યા છો?

મોદી સરકારે ખેડૂતો અને ગરીબોને પરેશાન કર્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોએ માંગ્યું એ નથી આપ્યું અને તેમની જમીન હડપ કરવામાં આવી રહી છે. પાટીદારોએ શાંતિથી ભાઈચારાથી આંદોલન કર્યું, હિંસા પણ નહોતી કરી. છતાં પણ સરકારે મહિલાઓ અને બાળકોને માર્યા હતા. તેમને લાકડી અને ગોળીઓ મારી. આ મોદી સરકારની વાસ્તવિકતા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થાય છે. લોકો ડરીને રહે છે. મોદીજીએ ગુજરાતમાં પસંદગીના લોકોની સરકાર ચલાવી અને દિલ્હીમાં પણ એ જ કરી રહ્યા છે
 
રાહુલે ઉઠાવ્યો પાટીદાર આંદોલનનો મુદ્દો 
 
કાળાનાણાને લઈને તેમનુ કહેવુ છે કે બધી કેશ કાળુનાણુ નથી હોતુ. આ સાથે જ રાહુલે પાટીદારોના આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો અનેકહ્યુ કે પાટીદારોએ શાંતિથી પોતાનુ આંદોલન ચલાવ્યુ. તેમણે કોઈ હિંસા કરી જ નથી છતા તેમની મહિલાઓ અને બાળકોને માર્યા છે.   પીએમ મોદી પર વ્યંગ્ય કરતા રાહુલે કહ્યુ કે જ્યારે સ્વિટરઝરલેંડ સરકારે મોદીજીને બધા નામ મોકલી રાખ્યા છે એ ચોરોના નામ પોતાના સંસદમાં મુક્યા કેમ નહી.  તમે તેમને કેમ બચાવી રહ્યા છો.  નરેન્દ્ર મોદીજી તમે સર્જીકલ સ્ટ્રાઈક જ નથી કરી તમે હિન્દુસ્તાનના ગરીબ લોકો પર ફાયર બૉમ્બિંગ કર્યુ છે. 
 
મોદીજીએ ગુજરાતમાં પસંદગીના લોકોની સરકાર ચલાવી અને દિલ્હીમાં પણ એ જ કરી રહ્યા છે