ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated : સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (17:05 IST)

ચરર ચરર મારું ચકડોળ ચાલે...

ચરર ચરર મારું ચકડોળ ચાલે
        ચાકડ-ચુમ ચીંચીં, ચાકડ-ચુમ ચીંચીં તાલે
        આજે રોકડા ને ઉધાર કાલે
	
        ચરર ચરર મારું ચકડોળ ચાલે
        ચાકડ-ચુમ ચીંચીં, ચાકડ-ચુમ ચીંચીં તાલે
        આજે રોકડા ને ઉધાર કાલે

        ઓ લાલ ફેંટાવાળા, ઓ સોમાભાઈના સાળા
        ઓ કરસનકાકા કાળા, ઓ ભૂરી બંડીવાળા

        ઓહો લાલ ફેંટાવાળા, ઓ સોમાભાઈના સાળા
        ઓ કરસનકાકા કાળા, ઓ ભૂરી બંડીવાળા

        મારું ચકડોળ ચાલે. ચકડોળ ચાલે
        ચાકડ-ચુમ ચીંચીં, ચાકડ-ચુમ ચીંચીં તાલે
        આજે રોકડા ને ઉધાર કાલે

        ચરર ચરર મારું ચકડોળ ચાલે
        ચાકડ-ચુમ ચીંચીં, ચાકડ-ચુમ ચીંચીં તાલે
        આજે રોકડા ને ઉધાર કાલે

        ઓહો અદ્ધર પદ્ધર હવામાં સદ્ધર
        એનો હીંચકો હાલે, એનો હીંચકો હાલે
        નાનાં મોટાં સારાં ખોટાં બેસી અંદર મ્હાલે
        અરે બે પૈસામાં બબલો જોને
        આસમાનમાં ભાળે

        ચાકડ-ચુમ ચીંચીં, ચાકડ-ચુમ ચીંચીં તાલે
        આજે રોકડા ને ઉધાર કાલે
	
        ચકડોળ ચઢે ઊંચે નીચે એવું
        જીવતર ચડતું પડતું
        ઘડીમાં ઉપર ઘડીમાં નીચે
        ભાગ્ય સૌનું એવું ફરતું
        અરે દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો
        નસીબની પાળે

        ચાકડ-ચુમ ચીંચીં, ચાકડ-ચુમ ચીંચીં તાલે
        આજે રોકડા ને ઉધાર કાલે

        ચરર ચરર મારું ચકડોળ ચાલે
        ચાકડ-ચુમ ચીંચીં, ચાકડ-ચુમ ચીંચીં તાલે
        આજે રોકડા ને ઉધાર કાલે