ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Modified: શનિવાર, 6 ઑક્ટોબર 2018 (10:32 IST)

વાદલડી વરસે રે... સરોવર છલી વળ્યાં

વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
સાસરિયામાં  મ્હાલવું રે, પિયરીયામાં છૂટથી રહ્યાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
 
મારા પગ કેરાં કડલાં રે, વીરો મારો  લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે, હાહરિયા મારે ઘિરે બેઠાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
 
મારા હાથ કેરી બંગડી રે, વીરો મારો  લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે, હાહરિયા મારે ઘિરે બેઠાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
 
મારા નાક કેરી નથણી રે, વીરો મારો  લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે, માંડવિયા મારે ઘિરે બેઠાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
 
મારી ડોક કેરો હારલો રે, વીરો મારો  લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે, માંડવિયા મારે ઘિરે બેઠાં
હે વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
 
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં