અણગમતા વાળને દુ:ખાવા વગર દૂર કરવા અપનાવો આ 5 હોમમેડ પૈક

unwanted hair
Last Modified શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (17:15 IST)
શરીરના અણગમતા વાળને હટાવવા માટે છોકરીઓ વૈક્સિંગની મદદ લે ચછે.
પણ
તેનાથી તેમને ખૂબ દુખાવો થાય છે.
સાથે જ અનેકવાર તેની સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળે છે. આવ આવામાં તેને બદલે બદલે
તમે હોમમેડ પૈક દ્વારા અણગમતા વાળને કાઢી શકો છો. તેનાથી ન તો કોઈ દુખાવો થશે કે ન તો કોઈ સાઈડ ઈફેક્ટ્સ. સાથે જ તેનાથી તમારો પાર્લરનો ખર્ચ પણ બચી જશે.

કેમ થાય છે અણગમતા વાળની સમસ્યા

ચેહરા પર અણગમતા વાળની સમસ્યા મોટેભાગે સ્ટ્રેસ, પીસીઓડી અને હાઈ ટેસ્ટોસ્ટેરોનને કારણે થાય છે . જો તમે પણ વૈક્સિંગની સાઈડ ઈફેક્ટથી ગભરાય છે તો આજે અમે તમને કેટલીક એવી ઘરેલુ ટ્રીટમેંટ વિશે બતાવીશુ જેનાથી ચહેરા પરના અણગમતા વાળથી છુટકારો મેળવી શકાય છે.

આ હોમમેડ પૈક ટ્રાઈ કરો

હળદરનુ પૈક - ઔષધીય ગુણોથી ભરપૂર હળદરનો ઉપયોગ પણ અણગમતા વાળમાંથી મિનિટોમાં છુટકારો અપાવે છે. એટલુ જ નહી આ પૈકનો ઉપયોગ ચેહરા પર ગ્લો પણ લાવે છે. તેને બનાવવા માટે 1-2 ટી સ્પૂન હળદરમાં દૂધ કે પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી એ પર 15-20 મિનિટ લગાવીને રહેવા દો. હવે કુણા પાણીથી તેને સાફ કરી લો. જો તમારા ચેહરા પર સાધારણ વાળ છે તો તમે આ પેકમાં બેસન, ચોખાનુ પાણી અને ઓટ્સ મિક્સ કરીને પણ યૂઝ કરી શકો છો.

પપૈયાનુ પૈક

પપૈયામાં પપૈન સક્રિય એંજાઈમ
હોય છે. જે અણગમતા વાળને કોઈપણ પ્રકારના સાઈડ ઈફેક્ટ્સ વગર દૂર કરે ચ હે. આ પૈકને બનાવવા માટે 1-2 ટેબલસ્પૂન કાચા પપૈયાનુ પલ્પ અને 1/2 ટી સ્પૂન હળદર પાવડરને મિક્સ કરીને અણગમતા વાળ પર 15 મિનિટ સુધી લગાવો.
ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર નિયમિત રૂપે આ પૈક લગાવવાથી તમને અણગમતા વાળથી છુટકારો મળી જશે.

ઈંડાનો માસ્ક

આ પૈકને બનાવવા માટે 1 ઈંડાના વ્હાઈટ ભાગમાં 1 ટેબલસ્પૂન શુગર અને 1/2 સ્પૂન મકાઈનો લોટ મિક્સ કરો. હવે તમે જે બોડી પાર્ટ્સ પરથી વાળ હટાવવા માંગો છો ત્યા આ પૈકને 10-15 મિનિટ સુધી લગાવી મુકો અને સૂકાયા પછી તેને પીલૉક માસ્કની જેમ ઉતારી લો. પછી એ સ્થાનને પાણીથી સાફ કરી લો. તેનાથી તમે કોઈપન જાતની સાઈડ ઈફેક્ટ્સ અને દુખાવા વગર અણગમતા વાળથી છુટકારો મેળવી લેશો.

ખાંડ અને લીંબૂનુ પેક

2 ટેબલસ્પૂન ખાંડ, 2 ટીસ્પૂન ફ્રેશ લીંબુનો રસ અને 10 ટેબલસ્પૂન પાણી મિક્સ કરો. પછી તેને વધેલા વાળ પર 15-20 મિનિટ સુધી લગાવીને છોડી દો. ત્યારબાદ હળવા હાથે માલિશ કરતા તેને સાફ કરી લો. અઠવાડિયામાં 3 વાર આ પેસ્ટને નિયમિત રૂપે લગાવવાથી તમને અણગમતા વાળથી છુટકારો મળી જશે.

બેસન અને દૂધ -
ત્વચાના અણગમતા વાળને હટાવવાની સાથે સાથે આ પૈક ચેહરાને ગ્લોઈંગ પણ બનાવે છે. તેને બનાવવા માટે 1/2 વાડકી બેસન, 1/2 વાડકી દૂધ, 1 ટી સ્પૂન હળદર પાવડર અને 1 ટી સ્પૂન ફ્રેશ ક્રીમ મિક્સ કરીને અડધો કલાક રાખી મુકો પછી જ્યા વાળ હોય એ સ્થાન પર લગાવીને 30 મિનિટ સુધી રહેવા દો. જ્યારે સુકાય જાય ત્યારે કુણા પાણીથી સ્ક્રબ કરતા તેને કાઢી લો.આ પણ વાંચો :