શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Hair Care Tips- શિયાળામાં વાળને હેલ્દી બનાવી રાખવા માટે અજમાવો આ ઘરેલૂ ઉપચાર

વધારેપણુ લોકોને વાળની સમસ્યાથી ઝઝૂમવુ પડે છે તેની સાથે જ શિયાળાના મહીનામાં ડ્રેંડ્રફ, ખંજવાળ, વાળના ખરવું અને બે મોઢાન વાળ સામાન્ય સમસ્યા છે. ઠંડ અને શુષ્ક શિયાળાના મોસમમાં અમારા વાળ સૂકાપન વધારી નાખે છે. આ સમસ્યાથી નિપટવા માટે હમે હમેશા કેમિકલ બેસ્ડ હેયર કેયર પ્રોડ્ક્ટસની મદદ લે છે પણ વધારેપણુ સમય્માં આ અમારા વાળને ફાયદાથી વધારે નુકશાન પહોંચાડે છે. 
 
આવી સ્થિતિમાં, તમે શિયાળામાં તંદુરસ્ત વાળ જાળવી રાખવા માટે કુદરતી ઉપાયો અજમાવી શકો છો. આ કુદરતી ઘટકો આપણા વાળને ઉગાડવામાં મદદ કરે છે અને આપણા વાળને હેલ્દી રાખે છે.

નારિયળ તેલ અને લસણ 
શિયાળામાં ખોડાથી છુટકારા માટે આ એક સરસ ઉપાય છે. રસ કાઢવા માટે કેટલાક તાજા લસણની કળીને વાટી લો. તાજા લસણનો રસ અને નારિયેળ 1:2ના પ્રમાણસર મિક્સ કરો. આ મિશ્રણને ખોપરી ઉપરની ચામડી પર લગાવો અને થોડીવાર માટે તમારી આંગળીઓથી હળવા હાથે મસાજ કરો. એકવાર થઈ જાય, તેને માથાની ચામડી અને વાળ પર 30-40 મિનિટ માટે રહેવા દો અને પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
 
 
મધ અને ઈંડા 
ઇંડા તોડો અને તેનુ પીળો ભાગ સફેદથી અલગ કરો. તેને એક બાઉલમાં રાખો. એક ચમચી મધ મિક્સ કરો. આ બંનેને મિક્સ કરીને હેર માસ્ક બનાવો. આખા વાળ પર હેર માસ્ક લગાવો. એકવાર થઈ ગયા પછી, હળવા શેમ્પૂથી ધોઈ નાખતા પહેલા 30-40 મિનિટ માટે માસ્કને વાળ પર રાખો. આ ઉપાય અઠવાડિયામાં એક કે બે વાર વાપરી શકાય છે. તે વિભાજીત વાળને ઠીક કરવામાં મદદ કરે છે.
 
કેળા અને જેતૂનનો તેલ 
એક નાનો પાકેલું કેળુ લો અને તેને એક બાઉલમાં મેશ કરી લો. તેમાં 1-2 ટી-સ્પૂન જેતૂનનો તેલ મિક્સ કરો. એક સાથે મિક્સ કરી એક સ્મૂદ પેસ્ટ તૈયાર કરો. તેને આખા વાળ અને સ્કેલ્પ પર લગાડો. તમારા વાળને પહેલા સેક્શન કરી લો અને પછી લગાવવુ શરૂ કરો. એક વાર થઈ ગયા પછી. તમારા વાળને ઢીળા બાંધી લો અને શાબર કેપ પહેરી લો. માઈલ્ડ શેંપૂથી ધોવાથી પહેલા માસ્કને 30-40 મિનિટ સુધી રહેવા દો. અઠવાડિયામાં એક કે બે વાર તેનો ઉપયોગ કરી શકો છો. 
 
વાળ માટે શિયા બટર 
શિયા બટર લો અને તેને ડબલ બૉયલરનો ઉપયોગ કરી ઓગળાવી લો. તાપથી ઉતારો અને તેને થોડો ઠંડુ થવા દો. સ્કેલ્પ અને વાળની લંબાઈ પર ગરમ શિયા બટરથી મસાજ કરો. એક વાર થઈ ગયા પછે તમારા માથાના ચારે બાજુ ગર્મ ટૉવેલ બાંધી લો અંને એક હળવા શેંપૂથી ધોવાથી પહેલા 30-40 મિનિટ રહેવા દો. આ હેયર માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં 1-2 વાર કરી શકો છો.