બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

બસ 3 દિવસ અપનાવો આ Tips, ફાટેલી એડીયો મુલાયમ બનશે

ફાટેલી એડિયો, આ જોવામાં ખૂબ ખરાબ લાગે છે અને સાથે સાથે પગની સુંદરતાને પણ બગાડી નાખે છે.  ફાટેલી એડિયોને મુલાયમ બનાવાવા માટે અનેક યુવતીઓ ઘણી બધી બ્યુટિ ટિપ્સ અપનાવે છે. પણ છતા પણ તેમને કોઈ ફરક પડતો નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારે માટે એક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છે જેનાથી તમે તમારી ફાટેલી એડિયોને મુલાયમ બનાવી શકો છો. 
 
જરૂરી સામાન 
 
- 1 કપ મેડિસિનલ આલ્કોહોલ 
- 10 એસ્પિરિનની ગોળીયો 
- 1 ચમચી હળદર પાવડર 
 
કેવી રીતે બનાવશો 
 
1. સૌ પહેલા એક વાડકીમાં આલ્કોહોલ નાખો અને તેમા હળદર પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. 
2. હવે એસ્પિરિનની ગોળીઓને વાટી લો. વાટીને તેને તૈયાર કરેલ મિશ્રણમાં નાખો. 
3. આ મિશ્રણને ઢાંકીને મુકી દો અને 24 કલાક માટે આવુ જ રહેવા દો. 
4. રોજ રાત્રે આ મિશ્રણને તમારા પગમાં રગડો. પછી તમારા પગને કવર કરી લો. 
5. સવારે ઉઠીને પાણીથી પગ ધોઈ લો અને મૉઈસ્ચરાઈઝિંગ ક્રીમ લગાવી લો. થોડા દિવસ સુધી આવુ જ કરો. તમારી ફાટેલી એડિયો ફરીથી મુલાયમ બની જશે.