1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (14:21 IST)

સ્ત્રીઓની આ ભૂલ તેમની બ્રેસ્ટને ઢીલી બનાવે છે

સ્ત્રીઓની સુંદરતા ફક્ત તેમના ચેહરાથી જ નહી પણ સ્તનોના આકાર પર પણ આધારિત છે.  પણ કેટલીક મહિલાઓની બ્રેસ્ટની ત્વચા ઢીલી પડી જાય છે. જેનાથી આખી બોડીનો શેપ ખરાબ થઈ જાય છે.  આવુ મોટાભાગે વધતી વય કે ડિલીવરી પછી સ્તનપાન કરાવનારી મહિલાઓ સાથે થાય છે. સ્તનપાન કરાવવાથી પણ બ્રેસ્ટ ઢીલી પડી જાય છે પણ આ ઉપરાંત રોજ કેટલીક ભૂલોને કારણે પણ સ્તનનો આકાર બગડી જાય છે.  જે ખૂબ ઓછી સ્રીઓ જાણતી હશે.  આવો જાણીએ સ્ત્રીઓની કંઈ ભૂલ તેમના બ્રેસ્ટના શેપ બગાડી નાખે છે. 
 
1. ધૂમ્રપાન્ન - સિગરેટ પીવી આરોગ્ય માટે ખૂબ જ નુકશાનદાયક છે પણ આ ફક્ત આરોગ્ય માટે જ નહી પણ આ સ્ત્રીઓના સ્તનને પણ અસર કરે છે. જે મહિલાઓ ધૂમ્રપાન કરે છે તેમના સ્તનોનો આકાર ખરાબ થઈ જાય છે. ધૂમ્રપાન કરવાથી ત્વચાના ઉપરી સ્તર સુધી લોહી પહોંચતુ નથી. જેનાથી બ્રેસ્ટની ત્વચા ઢીલી થવા માંડે છે. 
 
2. સનસ્ક્રીન ન લગાવવુ - જે રીતે ચેહરાની ત્વચાને સૂર્યના કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે તાપમાં નીકળતા પહેલા બ્રેસ્ટ પર પણ સનસ્ક્રીન ક્રીમ લગાવવુ જોઈએ. સૂરજની કિરણોને કારણે ત્વચામાં કોલેજન ખેંચાવવા માંડે છે જેનાથી બ્રેસ્ટ ઢીલી પડી જાય છે. 
 
3. વજન વધારવુ કે ઘટાડવુ 
 
કેટલીક મહિલાઓ વજન ઓછુ કરવા માટે ડાયેટિંગ કરે છે. જેનાથી એકદમ જ તેમનુ વજન ઓછુ થઈ જાય છે. પણ તેનાથી બ્રેસ્ટનો આકાર ઢીલો પડી જાય છે.  આ ઉપરાંત જ્યારે ડાયેટિંગ ન કરવાને બદલે વજન વધી જાય છે તો પણ તેની ખરાબ અસર બ્રેસ્ટના આકાર પર પડે છે.  
 
4. વર્કઆઉટ - વધુ વર્કઆઉટ કરવુ કે રનિંગ કરવાથી શરીરની સાથે સાથે બ્રેસ્ટ પણ મૂવ થાય છે જેનાથી સ્તનોના કોલેજન તૂટવા માંડે છે અને તેનો આકાર ઢીલો થઈ જાય છે.