શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (08:27 IST)

સ્કિન કેર - ફક્ત 15 મિનિટમાં ઘરે જ મેળવો રેડિએંટ ગ્લો, ડ્રાઈ અને ડિહાઈડ્રેટેડ ત્વચા પણ ચમકવા માંડશે

ચેહરા પરના ખીલ દૂર કરવાનો અચૂક ઉપાય

આ 15 મિનિટમાં તમારી ત્વચા પર એવી ચમક આવી જશે કે તમે જાતે જ આશ્ચર્ય પામશો. આવી સ્થિતિમાં તમે અમને થૈક્યુ પણ બોલી શકો છો. કારણ કે રેડિયન્ટ ગ્લો મેળવવાની આ રીત ખૂબ જ સરળ અને અસરકારક છે.
 
- ઉલ્લેખનીય છે કે અમે અહી ફેસ સ્ટીમિંગ વિશે વાત કરી રહ્યા છીએ. જેના માટે તમારે નાના વાસણમાં ગરમ ​​પાણી લેવું પડશે. જો તમારી પાસે સ્ટીમર છે તો પછી કોઈ સમસ્યા નથી. તમે વરાળ લેતા પહેલા આ ગરમ પાણીમાં ગુલાબ જળ અથવા પેપરમિન્ટ અર્ક, મરીના પાંદડા, લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.
 
ત્વચા માટે  સ્ટીમિંગ છે ચમત્કાર 
 
- ઉલ્લેખનીય છે કે  સ્ટીમિંગ દરેક પ્રકારની ત્વચા માટે જાદુની જેમ કામ કરે છે. કારણ કે તે ત્વચાના મૃત કોષિકાઓને દૂર કરે છે. તે ત્વચાના આંતરિક પરત સુધી હીટિંગ કરીને રક્ત પરિભ્રમણ વધારવાનું કામ કરે છે.
 
-આ ઉપરાંત ત્વચાના પોર્સને એકદમ ક્લીન કરે છે.  જી હા માત્ર થોડીવારની સ્ટીમિંગ તમારી ત્વચા માટે આટલું કામ ફટાફટ કરે છે અને તમારા ચેહરા પર ઘરે બેઠા જ પાર્લર જેવો ગ્લો આવી જશે. 
 
.બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યા ખૂબ સામાન્ય છે. પરંતુ તેને ક્લીન કરવું પણ એટલું જ મુશ્કેલ છે.  તમારે  ઓછામાં ઓછા દર મહિને સમય કાઢીને ક્લીન અપમાટે જવું પડે છે. જ્યારે સ્ટીમિંગ તમારા માટે આ કાર્ય ખૂબ જ સરળ બનાવે છે.
 
-તમે બેથી ત્રણ મિનિટની સુધી સ્ટીમિંગ પછી તમારા ચહેરા પરના બ્લેક કે વ્હાઈટહેડ્સ સરળતાથી હટાવી શકો છો. કારણ કે સ્ટીમથી તમારી ત્વચાના છિદ્રો મોટા થઈ જાય છે અને હળવા પ્રેશરથી બ્લેકહેડ્સ બહાર આવી જાય છે. 
 
- અમે તમને જણાવી દઈકે કે દરરોજ આપણા શરીરમાંથી 30 થી 40 હજાર સ્કીન સેલ્સ ડેડ થઈ જાય છે.  આ સ્કીન સેલ્સ તમારી ત્વચા પર ચોટી રહે છે, જેનાથી તમારી ત્વચાના રોમ છિદ્રો બંધ થઈ જાય છે.  જો તે લાંબા સમય સુધી બંધ રહે છે, તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે પિમ્પલ્સનું કારણ પણ બને છે.
 
-આ છિદ્રોમાં સીબમ પણ ભરાય જાય છે. સીબમ એ તમારી ત્વચા દ્વારા બનાવવામાં આવેલું ઓઈલ છે, જે ત્વચામાં ચિકાશ બનાવવાનુ કામ કરે છે, પરંતુ જ્યારે તે વધારે પડતું બને છે, ત્યારે તે ત્વચા પર ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.
 
- વરાળ લેવાથી ત્વચામાં કુદરતી કસાવટ જળવાઈ રહે છે. આનાથી ફાઇન લાઇન્સ, કરચલીઓ, ક્રો ફીટ અને લાઇફ લાઇન જેવી સમસ્યાઓ ચેહરા પર થતી નથી. સામાન્ય રીતે આ બધી સમસ્યાઓ ત્વચા ઢીલી પડવાને કારણે થાય છે. જ્યારે વરાળ તમારી ત્વચાને ઢીલી થવા દેતી નથી.
 
-હવે તમારા મનમાં સવાલ આવી શકે છે કે આખરે ત્વચા કેમ ઢીલી પડી જાય છે? તો તમને જણાવી દઈએ કે ત્વચાની ઢીલાપણાની  સમસ્યા સામાન્ય રીતે 30 વર્ષની વય પછી થાય છે. કારણ કે આ વય પછી ત્વચામાં નવા કોષો બનાવવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આવામા જૂની કોષિકાઓ ઢીલી અને બોજારૂપ બને છે.
 
સ્ટીમિંગ લેવાથી ચેહરા પર ગ્લો કેમ આવે છે ? 
 
-વરાળ લેવાથી તમારી ત્વચાની ઊંડાઈ સુધી સફાઇ થવા ઉપરાંત તે લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે. છિદ્રો સાફ થવાને કારણે, ત્વચામાં ઓક્સિજનનું સ્તર વધે છે, જેના કારણે ત્વચા મુક્ત રીતે  શ્વાસ લઈ શકે છે પોતાની રિપેયરિંગ પણ કરી શકે છે
 
- વરાળ લીધા પછી તમારા ચહેરાને કુણા પાણીથી ધોઈ લો અને પછી તેને ટુવાલથી સાફ કરો. જ્યાર પછી  ત્વચા પર ટોનરનો ઉપયોગ જરૂર કરો જેથી તમારા છિદ્રો બંધ થઈ શકે. તમે ટોનર તરીકે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. આ પછી ત્વચા પર સીરમ અથવા મોઇશ્ચરાઇઝર લગાવો.