આરઆઈએલ-આરપીએલના વિલયને મંજૂરી

મુંબઈ હાઈકોર્ટે લીલી ઝંડી આપી

મુંબઈ | ભાષા| Last Modified મંગળવાર, 30 જૂન 2009 (12:59 IST)

મુંબઈ હાઈકોર્ટે સોમવારે મુકેશ અંબાણીની રિલાયંસ ઈંડસ્ટ્રીજ લિમિટેડ (આરઆઈએલ) અને રિલાયંસ પેટ્રોલિયમ લિમિટેડ (આરપીએલ) ના વિલયને મંજૂરી આપી દીધી.

જો કે, ન્યાયાધીશ એએમ ખાનવિલકરે આ સાથે પોતાના આદેશ પર ચાર સપ્તાહનું સ્થગન લગાવ્યું જેથી અરજકર્તા ખંડપીઠ સમક્ષ અપીલ દાખલ કરી શકે.

વિલયને કેટલાક શેરધારકોએ એ આધાર પર પડકાર આપ્યો કે વિલય માટે શેરોની અદલા-બદલીનો અનુપાત યોગ્ય ન હતો, જો કે, ઘણા નાણાકિય પહેલુઓને નજર બહાર કરવામાં આવ્યાં છે.
અરજકર્તાઓએ કોર્ટથી વિલયને મંજૂરી આપ્યા પૂર્વે ભારતીય રિજર્વ બેન્ક અથવા ભારતીય પ્રતિભૂતિ વિનયમન બોર્ડ (સેબી) જેવી કોઈ સંસ્થાથી તપાસ કરવાનો અનુરોધ કર્યો હતો.


આ પણ વાંચો :