Last Modified: મુંબઈ , મંગળવાર, 9 જૂન 2009 (14:58 IST)
એસબીઆઈ 1100 કેંન્દ્રોથી સોનું વહેંચશે
ભારતીય સ્ટેટ બેન્કે સોનાના સિક્કા વેંચનારી પોતાની શાખાઓની સંખ્યા બે ગણી કરીને 1100 કરવાનો નિર્ણય લીધો છે.
એસબીઆઈ અનુસાર આ વર્ષે આવી શાખાઓની સંખ્યા વધીને 518 થઈ ચૂકી છે. વર્ષ 2008 માં આવી 250 શાખાઓ હતી, જ્યાં બેન્ક સોનાના સિક્કાઓનું વેચાણ કરતી હતી. યાદીમાં કહેવામાં આવ્યું છે કે તે વર્ષ 2009-10 માં આવી શાખાઓની સંખ્યા 1100 સુધી લઈ જશે.
એસબીઆઈએ 50 શાખાઓંમાં સોનાને જમા કરવાની યોજના ફરી શરૂ કરી છે. દેણું દેવાની યોજના પણ શરૂ કરી છે. બેન્ક ઘરેલૂ બજારથી પ્રાપ્ત એવા સોનાને જવેરીઓને ધાતુ ઋણ (દેણા)ના રૂપમાં આપે છે. એસબીઆઈ સરાફા બાજારમાં પ્રવેશ કરવા માટે મુંબઈમાં પૂર્ણ સરાફા શાખાની સ્થાપના કરવા જઈ રહી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉંસિલ અનુસાર સોનાની કીમતો ઉચ્ચસ્તર પર પહોચવાના કારણે વર્ષ 2008 માં ભારતની સોના આયાત 14 ટકા ઘટીને 660.2 ટન રહી ગઈ.