મંગળવાર, 22 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 18 માર્ચ 2015 (15:43 IST)

ગુજરાતમાં સરકાર પણ ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદે છે

દેશભરમાં ગુજરાત સરપ્લસ વીજળી પેદા કરતું રાજ્ય હોવાનો દાવો થઇ રહ્યો છે પરંતુ હકીકતમાં મોટાભાગનું વીજ ઉત્પાદન ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે, એટલું જ નહીં સરકારી વીજ કંપનીઓનું ઉત્પાદન તળીયે બેસી જતા સરવાળે સરકારને ખાનગી કંપનીઓ પાસેથી પ્રમાણમાં મોંઘી વીજળી ખરીદવી પડી રહી છે. સન.૨૦૦૮ માં રાજ્ય સરકારની વીજ કંપનીઓ દ્વારા ૫૧.૨૨ ટકા વીજ ઉત્પાદન થતું હતું જ્યારે ખાનગી કંપનીઓનું ઉત્પાદન માત્ર ૨૧.૪૦ ટકા જેટલો જ હતો પરંતુ છ વર્ષમાં જ આ આંકડાઓ ઊલટાં થઇ ગયા હતાં. ૨૦૧૪માં સરકારી કંપનીઓ માત્ર ૨૪.૫૫ ટકા જ વીજળી પેદા કરી હતી જ્યારે છ વર્ષમાં ૨૬.૬૭ ટકાનો ઘટાડો કર્યો હતો જેની સામે ખાનગી કંપીઓએ ૫૫.૪૨ ટકા ઉત્પાદન સાથે ૨૬.૬૭ ટકાનો તોતીંગ વધારો કર્યો હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં લોકો અને ઉદ્યોગોને સસ્તી અને પૂરતી વીજળી મળી રહે તે માટે વર્ષો પહેલા જ સરકારે પોતાની વીજ કંપનીઓ રચીને ઉત્પાદન શરૂ કર્યું હતું, પરંતુ આખરે આ સેક્ટરમાં ખાનગી કંપનીઓને પ્રોત્સાહનોને કારણે સરકારી વીજ ઉત્પાદન કંપનીઓને તાળાં મારી દેવા જેવી સ્થિતિ સર્જાઇ છે. સન ૨૦૦૮માં ગુજરાત રાજ્યના વીજ કોર્પોરેશન અને સરકારી કંપનીઓએ અનુક્રમે ૨૯૨૪૧ મિલિયન યુનિટ અને ૪૩૮૬ મિલિયન યુનિટ મળીને કુલ ૩૩,૬૨૭ મિલિયન યુનિટ (૫૧.૨૨ ટકા) વીજ ઉત્પાદન કર્યું હતું જેની સામે ખાનગી કંપનીઓએ ૧૪,૦૫૦ (૨૧.૪૦ ટકા) ઉત્પાદન કર્યું હતું આમ સરકારી વીજ કંપનીઓ વીજ ઉત્પાદનમાં અગ્રેસર રહી હતી પરંતુ ત્યારબાદ રાજ્યમાં વીજળી ઉત્પાદનમાં ખાનગી કંપનીઓ સરકારી પ્રોત્સાહનોને કારણે ઉત્પાદન વધારતી ગઇ હતી. રાજ્યમાં કુલ વીજ ઉત્પાદનમાં ખાનગીકરણના કારણે હિસ્સો ઘટતો ગયો હતો અને ખાનગી કંપીઓના હિસ્સામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. સન ૨૦૧૪માં સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટીને રાજ્યના કુલ ૮૬,૨૨૧ મિલિયન યુનિટ ઉત્પાદનમાં ૨૧૧૭૧ મિલિયન યુનિટ એટલે કે ૨૪ ટકા જેટલો જ હિસ્સો રહ્યો હતો જેની સામે ખાનગી કંપનીઓનો હિસ્સો બમણાં વેગે વધીને ૫૫.૨ ટકા એટલે કે ૪૭૭૮૨ મિલિયન યુનિટ ઉપર પહોંચ્યો હતો. રાજ્ય સરકારે પોતાની માલિકીની વીજ કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડતા તેનો સીધો લાભ ખાનગી કંપનીઓને થયો હતો. આ ઉપરાંત કેન્દ્રીય હિસ્સાના આંકડા જોઇએ તો સન ૨૦૦૮માં કેન્દ્ર સરકાર દ્વારા કુલ ઉત્પાદનની ૨૭.૩૮ ટકા વીજળી મળી હતી જ્યારે સન ૨૦૧૪માં આ હિસ્સો ઘટીને ૨૦.૦૩ ટકા સુધી નીચે ઉતર્યો હતો.