Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2012 (17:52 IST)
જનરલ મોટર્સને 7.6 અબજ ડોલરનો નફો
P.R
ઓટોમોબાઇલ ક્ષેત્રની વિશાળ કંપની જનરલ મોટર્સે વર્ષ 2011 માટે 7.6 અબજ ડોલરનો નફો નોંધાવ્યો છે. પોતાના 103 વર્ષના ઈતિહાસમાં કંપનીએ નોંધાવેલો આ સૌથી ઊંચો નફો છે.
2011માં કંપનીએ 2010માં વેચાયેલી કાર અને ટ્રકના આંકડાની સરખામણીએ વધુ 6,40,000 કારો અને ટ્રકોનું વેચાણ નોંધાવ્યું છે. આ સાથે 2011માં કંપનીની આવક કુલ 105 બિલિયન ડોલરની થઈ છે.
2011ના વર્ષમાં કંપનીને અપાર સફળતા મળી છે, પરંતુ જનરલ મોટર્સની ભાવિ કામગીરીને લઈને નિષ્ણાતો શંકાઓ સેવી રહ્યાં છે. નિષ્ણાતોના મતે જનરલ મોટર્સ પોતાની આ ગતિ આવનારા સમયમાં જાળવી શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.