ટેબલેટ્સનો ક્રેઝ દિવસો દિવસ વધી રહ્યો છે

P.R
અમેરિકામાં ટેબલેટ્સ પ્રત્યે દિવાનગી વધતી જઈ રહી છે. 31 ટકા લોકો ગ્રાહકોએ ટેબલેટ્સ કોમ્પ્યુટર ખરીદી લીધા છે, બાકીના લોકો તેને ખરીદવા માંગે છે.

કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ સર્વેમાં બતાવવામાં આવ્યુ છે કે ટેબલેટ મુકનારા અમેરિકી એક વર્ષ પહેલા કરતા ઈટરનેટનો ઉપયોગ બેગણો કરી રહ્યા છે. એક વર્ષ પહેલા માત્ર 14 ટકા લોકો પાસે ટેબલેટ્સ હતી

સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે લગભગ બે તૃતીયાંશ ઓનલાઈન ગ્રાહક ભવિષ્યમાં ટેબલેટ ખરીદશે જેમાથી 45 ટકા ગ્રાહકો તો આગામી બે વર્ષમાં ટેબલેટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. આ ઉપરાંત સર્વેમાં જાણવા મળ્યુ છે કે વયસ્ક લોકો ભેટના રૂપમાં ટેબલેટ આપવુ વધુ પસંદ કરે છે.

સીઈએ વરિષ્ઠ વિશ્લેષક કેવિન ટિલમેને કહ્યુ કે ટેબલેટની માંગ બજારમાં ઝડપથી વધી રહી છે અને તેમા ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. આવનારા રજાઓના દિવસોમાં જે ખરીદી થશે તેમા ટેબલેટ મહત્વનો ભાગ ભજવશે. તેનુ માત્ર વેચાણ જ નહી પણ એસેસરીઝ અને ગિફ્ટ કાર્ડના રૂપમાં પણ તેનુ યોગદાન રહેશે.

વેબ દુનિયા|
ટેબલેટનો સૌથી વધુ લોકપ્રિય ઉપયોગ તેના પર ફિલ્મો જોવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત મેસેજ મોકલવા, સંગીત સાંભળવા અને સોશિયલ નેટવર્કિંગના રૂપમાં પણ તે ઉપયોગી છે.


આ પણ વાંચો :