Last Modified: મુંબઈ , શુક્રવાર, 6 નવેમ્બર 2009 (17:42 IST)
વિપ્રો યાર્ડલેનું અધિગ્રહણ કરશે
વિભિન્ન પ્રકારના વેપાર કરનારી કંપની વિપ્રો લિમિટેડ સૌન્દર્ય પ્રસાધન ઉત્પાદન બનાવનારી યાર્ડલેનું અધિગ્રહણ કરશે. વિપ્રો તેને માટે 4. 55 કરોડ ડોલર (આશરે 214 કરોડ રૂપિયા) ની રકમ ખર્ચ કરશે.
કંપનીએ બ્રિટેનના લોર્નમીડ સમૂહ સાથે આ અંગેની સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. લોર્નમીડ સમૂહ એશિયા, મધ્ય પૂર્વ, ઓસ્ટ્રેલિયા અને આફ્રીકાના બજારોમાં યાર્ડલેના સ્વામિત્વ વાળો સમૂહ છે. કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને ઉપરોક્ત માહિતી આપી.
વિપ્રોના ગ્રાહક મામલાઓના અધ્યક્ષ વિનીત અગ્રવાલે કહ્યું કે, સૌન્દર્ય પ્રસાધન બનાવનારી પ્રમુખ કંપની યાર્ડલેની સાથે સમજૂતિ કરવી મધ્ય એશિયામાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવવાનો રણનીતિક ભાગ છે. આ સૌદો ડિસેમ્બર 2009 સુધીમાં પૂર્ણ થઈ જવાની આશા છે.