એક જ દિવસમાં 13% વધી ગયા ટાટા મોટર્સના શેયર, જાણો કારણ..
. શેરબજારમાં ટાટા મોટર્સના શેયરમાં છેલ્લા 8 દિવસથી ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એટલુ જ નહી સોમવારે એક જ દિવસમાં આ 13 ટકાના ઉછાળા સાથે 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. ટાટા મોર્ટર્સના શેયરમાં આવેલ આ તેજી લોકોને ચોંકાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેટલીક મીડિયા રિપોર્ટ્સ મુજબ ટેસ્લા ભારતમાં પોતાના વાહનોને વેચવા માટે ટાટા મોર્ટ્સ સાથે કરાર કરવાની છે. જેના હેઠળ ટેસ્લા મોટર્સના સંસાધનોનો ઉપયોગ કરી શકશે.
એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ટેસ્લાએ પોતાની સ્ટડીમાં જોયુ કે બધી ઓટો કંપનીઓની તુલનામાં ટાટા પાસે જ સૌથી સારી ઈલેક્ટ્રોનિક વ્હીકલ ઈંફ્રાસ્ટ્રક્ચર છે. જો કે આ વિશે બંને કંપનીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પણ તાજેતરમાં કહ્યુ હતુ કે ટેસ્લા 2021માં ભારતમાં પોતાનો વેપાર શરૂ કરશે. ગડકરીના નિવેદન પછી સામે આવેલ આ સમાચારે ટાટા મોટર્સના શેયરમાં રોકાણ માટે રસ વધારી દીધો.
અગાઉ ટાટા મોટર્સના શેયરોમાં ઝડપથી સૌથી મોટુ કારણ કંપનીની વાહનોના વેચાણમાં વધારો પણ છે. ટાટા મોટર્સના ઘરેલુ અને જેએલઆર બિઝનેસે છેલ્લા થોડાક દિવસોમાં સારુ પ્રદર્શન કર્યુ છે.
ડિસેમ્બર મહિનામાં કંપનીએ દેશમાં 53,430 વાહનોનુ વેચાણ કર્યુ. ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં આ 21 ટકા વધુ છે.