1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 નવેમ્બર 2021 (18:19 IST)

ગુજરાતમાં 5G નેટનું પરિક્ષણ

ભારતમાં 5G ઈન્ટરનેટનો યુગ શરૂ થયો છે. મોબાઈલ ઉત્પાદકો અને નેટવર્ક પ્રોવાઈડર કંપનીઓ હવે ધીમે ધીમે ફાઈવ-જી ટેકનોલોજી અપનાવવા લાગી છે. વિવિધ કંપનીઓ પરસ્પર જોડાણ કરીને ફાઈવ-જી ટેસ્ટિંગ કરી રહી છે.
 
ગુજરાત પણ આવા ટેસ્ટિંગમાંથી બાકી નથી. હમણાં જ વોડાફોન આઈડિયા (વી) અને પ્રતિષ્ઠિત મોબાઈલ ઉત્પાદક કંપની નોકિયાએ ગાંધીનગર વિસ્તારમાં ફાઈવ-જી પરીક્ષણો
કર્યા હતા. કુલ મળીને 17.1 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં નોકિયા-વોડાફોન આઈડિયાએ 100 મેગા બાઈટ પર સેકન્ડ (એમબીપીએસ)ની સ્પીડ હાંસલ કરી દેખાડી હતી.