મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 નવેમ્બર 2021 (14:30 IST)

IRCTCનું રામાયણ યાત્રા પેકેજ- IRCTC કરાવી રહી છે રામાયણ યાત્રા, જાણો કેટલાનું છે પેકેજ?

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ (IRCTC) એ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામાયણ યાત્રા ટૂર્સ (Shri Ramayana Yatra Tours) ની એક સિરીઝની યોજના બનાવી છે કે જે ઉત્તમ COVID-19 સ્થિતિને જોતા ટ્રેનો દ્વારા ઘરેલુ પર્યટનને પુનઃસ્થાપિત કરશે. IRCTC એ જણાવ્યું કે, ‘આવી જ એક યાત્રા આજથી શરૂ થશે. 7 નવેમ્બરના રોજ દિલ્હી સફદરજંગ રેલ્વે સ્ટેશનથી શરૂ થનારી પહેલી યાત્રા ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલ તમામ મુખ્ય સ્થાનોની યાત્રાને કવર કરશે.
 
તમે IRCTCની અધિકૃત વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને આ ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો. 
 
IRCTCની આ યાત્રા માટે તમે ચેન્નઈ અને મદુરાઈ સિવાય દિંદિગુલ, કરુર, ઈરોડ, સલેમ, જોલાપેંટ્ટઈ, કાટપાડી, નેલ્લોર, વિજયવાડાથી આ ટ્રેનમાં બેસી શકો છો. આ યાત્રા આગામી વર્ષે તારીખ 5 માર્ચના રોજ શરૂ થશે અને 18 માર્ચના રોજ પૂર્ણ થશે. આ યાત્રા માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 15,990 આપવા પડશે.
 
IRCTC એ ઘરેલુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલ “દેખો અપના દેશ” ના અનુરૂપ 2AC માટે 82,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને 1AC શ્રેણી માટે 1,02,095 રૂપિયાની કિંમત પર આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનને લોન્ચ કરી છે.
 
જાણો કયા-કયા સ્થળે લઈ જશે ?
અયોધ્યા: રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી, સરયુ ઘાટ
નંદીગ્રામ: ભરત-હનુમાન મંદિર અને ભારત કુંડ
જનકપુરઃ રામ-જાનકી મંદિર
સીતામઢી: સીતામઢી અને પુનૌરા ધામમાં જાનકી મંદિર
વારાણસી: તુલસી માનસ મંદિર, સંકટ મોચન મંદિર અને વિશ્વનાથ મંદિર
સીતા સંહિતા સ્થળ, સીતામઢી: સીતા માતા મંદિર
પ્રયાગરાગ: ભારદ્વાજ આશ્રમ, ગંગા-યમુના સંગમ, હનુમાન મંદિર
શ્રૃંગવેરપુર: શ્રૃંગ ઋષિ સમાધિ અને શાંતા દેવી મંદિર, રામ ચૌરા
ચિત્રકૂટ: ગુપ્ત ગોદાવરી, રામઘાટ, ભરત મિલાપ મંદિર, સતી અનુસુયા મંદિર
નાસિક: ત્ર્યંબકેશ્વર મંદિર, પંચવટી, સીતા ગુફા, કાલારામ મંદિર
હમ્પી: અંજનાદ્રી હિલ, ઋષિમુખ ટાપુ, સુગ્રીવ ગુફા, ચિંતામણિ મંદિર, માલ્યાવંત રઘુનાથ મંદિર
રામેશ્વરમ: શિવ મંદિર અને ધનુષકોડી