શનિવાર, 5 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (09:47 IST)

રેલવે અમદાવાદથી પસાર થતી 5 ફેસ્ટિવલ ટ્રેન દોડાવશે, દિવાળીમાં ધસારાને પહોંચી વળવા નિર્ણય

દિવાળીના તહેવારોમાં પેસેન્જરોના ધસારાને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ થી 5 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. બાંદ્રા-ભુજ-બાંદ્રા સાપ્તાહિક સ્પે. 5થી 27 નવેમ્બર દરમિયાન દર શનિવારે બાંદ્રાથી 19.25 વાગે ઉપડી બીજા દિવસે બપોરે 12.20 વાગે ભુજ પહોંચશે, બાંદ્રા-ઓખા-બાંદ્રા સ્પેશિયલ 4 નવેમ્બરે બાંદ્રાથી 9.15 વાગે ઉપડી બીજા દિવસે 4 વાગે ઓખા પહોંચશે. બાંદ્રા-ઓખા-બાંદ્રા સુપરફાસ્ટ સ્પે.3 નવેમ્બરે બાંદ્રાથી 11.00 વાગે ઉપડી બીજા દિવસે 4.00 વાગે ઓખા પહોંચશે. બાંદ્રા-ભાવનગર-બાંદ્રા સ્પે.5 અને 12 નવેમ્બરના રોજ બાંદ્રાથી 9.15 વાગે ઉપડી એજ દિવસે રાતે 23.45 વાગે ભાવનગર પહોંચશે. બાંદ્રા-બિકાનેર-બાંદ્રા સ્પે.8 નવેમ્બરના રોજ બાંદ્રાથી 17.30 વાગે ઉપડી બીજા દિવસે 15.15 વાગે બિકાનેર પહોંચશે, જ્યારે બિકાનેરથી આ ટ્રેન 7 નવેમ્બરના રોજ 16.30 વાગે ઉપડી બીજા દિવસે 15.45 વાગે બાંદ્રા પહોંચશે.