ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2023 (16:51 IST)

Mobile Number Suspended: સરકારે 70 લાખ મોબાઈલ નંબર કર્યા બ્લોક, આ કારણે થયુ આવુ

Mobile Number Suspended - સરકારે એક મોટી એક્શન લેતા 70 લાખ મોબાઈલ નંબરને સસ્પેંડ કરી દીધો છે.  એટલે કે આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. 
 
 હવે તમારા મનમા એ જ સવાલ આવી રહ્યો હશે કે સરકારે છેવટે આ પગલુ કેમ ઉઠાવ્યુ. ઉલ્લેખનીય છે કે આ પગલુ વધતા ડિજિટલ ફ્રોડને જોતા ઉઠાવવામા આવ્યુ છે. 
 
આ કારણે થયો મોબાઈલ નંબર સંસ્પેંડ 
સસ્પેંડ કરવામાં આવે એ મોબાઈલ નંબર હતા જે કોઈ શંકાસ્પદ લેવડ દેવડ સાથે જોડાયેલા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલાને લઈને નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ મંગળવારે માહિતી આપી. તેમણે કહ્યુ કે ઈંટરનેટના સમયે પેમેંટને લઈને થઈ રહેલ દગાબાજીને જોતા આવુ કરવામાં આવ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ આ માહિતી ડિજિટલ પેમેંટને લઈને દગાબાજી અને તેની સાથે જોડાયેલા મુદ્દા પર બેઠક પછી આપી છે. 
 
આગામી બેઠક જાન્યુઆરીમાં યોજાશે
જોશીએ કહ્યું છે કે ડિજિટલ ફ્રોડના વધી રહેલા મામલાઓને ધ્યાનમાં રાખીને બેંકોને પણ સૂચના આપવામાં આવી છે. બેંકોને અગાઉથી તેમની પ્રક્રિયાઓ અને પ્રણાલીઓને મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું છે.
 
બેઠક અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આ મુદ્દે બેઠકો થતી રહેશે. આ સાથે આ મુદ્દે આગામી બેઠક આવતા વર્ષે જાન્યુઆરીમાં નક્કી કરવામાં આવી છે.
 
આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AEPS) છેતરપિંડી અંગે, નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ કહ્યું છે કે રાજ્યોએ આ મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે રાજ્ય સરકારોએ પણ ડેટા સુરક્ષાને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ.
 
ફ્રોડના કેસ કેવી રીતે થશે ઓછા ? 
 
વિવેક જોશીએ કહ્યું છે કે ડિજિટલ ફ્રોડ અંગે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. આવી છેતરપિંડીઓને રોકવા માટે સમાજને આ બાબતો વિશે માહિતગાર અને જાગૃત કરવામાં આવે તે જરૂરી છે.
 
તે જાણીતું છે કે તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ સાયબર છેતરપિંડી વિશે સમાજને જાગૃત કરવા પર ભાર મૂક્યો હતો.