1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2023 (10:41 IST)

સિંગતેલના ભાવમાં ભડકો

edible oil Price increase - દિવાળી બાદ સીંગતેલના ભાવમાં થોડા ઘટાડા બાદ હવે અચાનક ફરી એકવાર ભાવ વધ્યા છે.  સિંગતેલના ભાવમાં ડબ્બા દીઠ 50 રૂપિયાનો વધારો કરાયો... નવા ડબ્બાનો ભાવ 2735થી 2785 સુધી પહોંચ્યો.
 
આજે રાજકોટમાં ખૂલજા બજારે સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ સાથે જ સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2735થી 2785 રૂપિયા પર પહોંચી ગયો છે. તો કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ 1610થી 1660 રૂપિયા પહોંચ્યો છે. 
 
આ તરફ હવે માવઠાના બહાના હેઠળ સૌરાષ્ટ્રની તેલ લોબીએ ફરી એકવાર એક જ દિવસમાં સીંગતેલના ભાવમાં 15 કિલો ડબ્બાએ રૂ.50 નો વધારો ઝીંકી દેતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ શકે છે.