1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 જુલાઈ 2020 (14:16 IST)

ગુજરાતમાંથી 70% માછલીઓ એક્સપોર્ટ થાય છે ચીન, દર વર્ષે થાય છે 3000 કરોડથી વધુનો બિઝનેસ

ચીન સીમા વિવાદને લઇને સર્જાયેલી તણાવની અસર હવે ગુજરાતના હીરા ઉદ્યોગ બાદ ફીશ માર્કેટ પર પણ જોવા મળી રહી છે. ગુજરાતમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની માછલીઓ વિદેશમાં એક્સપોર્ટ થાય છે વિદેશોમાં એક્સપોર્ટ થનાર માછલીઓનો આ બિઝનેસ 5000 કરોડ રૂપિયા વધુ હોય છે, જે હવે ઘટીને 3700 કરોડ રૂપિયા આવી ગઇ છે. તેમાં 3000 કરોડ રૂપિયાથી વધુ એટલે કે 70 ટકા માછલીઓને તો પ્રતિવર્ષ એકલા ચીનમાં જ એક્સપોર્ટ થાય છે. 
 
ગુજરાતના સમુદ્ર વિસ્તારોમાં કેટલ ફિશ, રીબન ફિશ, કોકર અને લેઘર જેકેટ ફીશની આવક થાય છે. સ્વાદ માટે જાણિતી આ માછલીઓની ચીનમાં ખૂબ ડિમાન્ડ છે. ગુજરાતના વેરાવળથી પકડવામાં આવતી 70% માછલીઓ ચીનમાં એક્સપોર્ટ થાય છે. સી ફૂડ એક્સપોર્ટ એસો. ઓફ. ઇન્ડીયાના ચીફ જગદીશભાઇએ જણાવ્યું કે પ્રતિવર્ષ 3000 કરોડ રૂપિયાથી વધુની માછલીઓ ચીન એક્સપોર્ટ થાય છે. 
 
ગુજરાતના વેરાવળમાં ફીશની 75 પ્રોસેસિંગ યૂનિટ્સ, 59 આઇસ ફેક્ટરી અને 53 ફીશ પ્લાન્ટ છે. આ બિઝનેસથી ગુજરાતના હજારો લોકો જોડાયેલા છે. પરંતુ હાલમાં લોકડાઉન અને ત્યારબાદ ચીન સામે સીમા વિવાદના લીધે ફીશ બિઝનેસમાં પણ 30% નો ઘટાડો આવ્યો છે. સાથે જ માછલીઓની કિંમતમાં પણ 20 થી 25% ઘટાડો આવ્યો છે.