રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (16:50 IST)

સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં ચાર્જિંગમાં મુકેલી ઈ-રિક્ષામાં લાગી આગ, એક સાથે 20થી વધુ ઈ રીક્ષા બળીને ખાખ

પ્રવાસીઓથી સતત ધમધમતા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી એક મોટી દુર્ધટના સામે આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુસાફરો માટે ચલાવવામાં આવતી પીંક ઈલેક્ટ્રિક રિક્ષામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.   રાત્રે કેવડિયા માં ઈ-રિક્ષાઓને ચાર્જિંગમાં મુકી હતી તે દરમિયાન આગ લાગી હતી.
 
નર્મદા જિલ્લાના એકતાનાગર કેવડીયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ-કાર અને ઈ- રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. જ્યાં ત્યાં આવતાં પ્રવાસીઓને પોતાના વાહન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 7 કિલોમીટર દૂર પાર્ક કરીને ત્યાંની લોકલ બસ અથવા ઈ-રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે  
 
બુધવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દિવસભર ઈ-રીક્ષાને ચલાવ્યા બાદ તેને કેવડિયામાં જ બનેલા પાર્કિંગમાં 20થી વધુ ઈ-રીક્ષાઓ મૂકવામાં આવી હતી, જ્યાં તેનું ચાર્જિંગ કરવામાં આવી રહ્યું હતું. ચાર્જિંગમાં મુકેલી ઈ-રીક્ષામાં મોડી રાત્રે અચાનકજ આગ લાગી હતી. આગની ચપેટમાં ચાર્જિંગમાં મુકેલી અન્ય રિક્ષાઓ પણ આવી ગઈ હતી. ચાર્જિંગ થઈ રહેલી 20થી વધુ ઈ-રિક્ષા કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સમગ્ર ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળે આવીને અન્ય કેટલીક ઈ-રીક્ષાઓને હટાવી લેતા મોટુ નુકશાન થતાં અટક્યું હતું
 
પોલીસે આગ લાગવાના કારણની તપાસ કરી
હાલમાં તો સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસમાં લાગી છે કે આ આગ કયા કારણોથી લાગી હતી, જેના કારણે 20થી વધારે ઈલેક્ટ્રિક રીક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ. આગના આ બનાવને જોતા તો ઈ-રીક્ષાની જે ક્વોલિટી છે તેને લઈને પણ તપાસનો વિષય ઉઠી રહ્યો છે.