બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (17:32 IST)

આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત

Aadhar card update- આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 3 મહિના લંબાઈ ગઈ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ મફતમાં આધાર અપડેટની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બરથી વધારીને 14 ડિસેમ્બર 2023 કરી નાખી છે. એટલે હવે લોકો 3 મહિના વધારે મફતમાં આધાર અપડેટ કરાવી શકશે. 
 
આ સતત બીજી વખત છે જ્યારે તેને લંબાવવામાં આવી રહ્યું છે. અગાઉ, આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની તારીખ 14મી જૂન 2023 નક્કી કરવામાં આવી હતી,

પરંતુ તે પહેલા તેને ત્રણ મહિના માટે 14મી સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી. હવે ફરી એકવાર UIDAIએ આ સુવિધાને 14 ડિસેમ્બર 2023 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.