શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 7 નવેમ્બર 2017 (13:04 IST)

#DeMoWins - નોટબંધીને એક વર્ષ પુર્ણ થતા પીએમ મોદી રજુ કરશે પાર્ટ 2 નો રોડમૈપ

નોટબંધીના એક વર્ષ પૂરો થયા પછી આગળની રણનીતિ કયા પ્રકારની હોય એ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ રોડમૈપ રજુ કરી શકે છે. તેને કેવી રીતે રજુ કરવામાં આવે એ વિશે હાઈ લેવલ પર મીટિનોગ ચાલુ છે. 10 નવેમ્બર પહેલા જ બધા કેન્દ્રીય મંત્રીઓની મીટિંગ બોલાવવામાં આવી છે. જેમા કરપ્શનના વિરુદ્ધ આગામી જંગ વિશે ડિટેલ પ્લાન રજુ કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે વિપક્ષની આલોચનાને બાજુ પર મુકીને પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે નોટબંધીના એક વર્ષ પૂરા થતા 8 નવેમ્બરના રોજ એંટી બ્લેક મની ડે મનાવવાનો નિર્ણય કર્યો છે.  વિપક્ષે આ દિવસે આખા દેશમાં વિરોધ દિવસ બનાવવાનુ એલાન કર્યુ. 
 
મોદીનો પાર્ટ 2 પ્લાન છે તૈયાર 
 
સૂત્રો મુજબ પીએમ મોદીએ નોટબંધી પછી પોતાનુ આગામી ટારગેટ બેનામી સંપત્તિએન બતાવ્યુ છે અને તેના વિરુદ્ધ મોટા પાયા પર આખા દેશમાં અભિયાન ચલાવવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે નોટબંધના એક વર્ષ પછી સરકાર કરપ્શનના વિરુદ્ધ જંગને ચાલુ રાખવા માટે મજબૂત સંકેત આપવા માંગે છે. સૂત્રો મુજબ પ્રસ્તાવિત અભિયાનમાં જો માલિકીનો હક કે કાયદાકીય પુરાવા નહી મળે તો બેનામી સંપત્તિઓને સરકાર પોતાના કબજામાં લઈ શકે છે.  આ બેનામી સંપત્તિયોને પણ ગરીબો માટે કોઈ યોજના સાથે જોડવામાં આવશે. જેને બ્લેક મની માટે બીજીવાર લાવી ડિસ્કલોજર સ્કીમ હેઠળ રાશિ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં નાખવામાં આવી હતી.  સરકારને આશા છે કે બેનામી સંપત્તિ વિરુદ્ધ પ્રસ્તાવિત અભિયાનમાં અનેક મોટા નેતાઓ પર આફત આવી શકે છે. 
 
મોદી સરકાર 2019ના સામાન્ય ચૂંટણી સુધી આ મુદ્દાને જીવતો રાખવા માંગે છે અને કરપ્શનના મુદ્દા પર જ તે ચૂંટણી લડવાની રણનીતિ બનાવી ચુકી છે. સરકારનુ માનવુ છે કે એક વર્ષ પછી જ્યારે નોટબંધી પછી પરિસ્થિતિ સુધરી ચુકી છે તો બીજુ અભિયાન શરૂ થવાથી તેનો સકારાત્મક સંદેશ ખાસ કરીને ગરીબોની વચ્ચે જઈ શએક છે કે કાળા નાણા રાખનારા શ્રીમંતો વિરુદ્ધ અભિયાન સખત અભિયાન ચાલુ છે.  આ ઉપરાંત કરપ્શનને રોકવા માટે બનેલ આ લંબિત બિલ કે પહલ પર પીએમ નરેન્દ્ર મોદી ઠોસ અને નિર્ણાયક પગલા ઉઠાવી શકે છે.