સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (15:30 IST)

Ahmedabad most affordable city in india: દેશમાં સૌથી વધુ પોસાય તેવુ શહેર છે અમદાવાદ, જાણો દિલ્હી-મુંબઈનો હાલ ?

ahmedabad
ahmedabad

Ahmedabad most affordable city in india: દેશભરના ટોપ 8 શહેરોમાં રહેવાના હિસાબથી અમદાવાદ સૌથી કિફાયતી શહેર છે. આ દાવો રિયલ એસ્ટેટ કંસલ્ટેંસી નાઈટ  ફ્રૈક (Real Estate Consultancy Knight Frank) દ્વારા રજુ એફોર્ડેબિલિટી ઈંડેક્સમાં કરવામાં આવ્યો છે.  આ ઈંડેક્સ મુજબ અમદાવાદ સૌથી વધુ પોષાય તેવુ શહેર કાયમ છે. આ ઈંડેક્સ કોઈ શહેરમા મકાન અને અન્ય સંસાધન ખરીદવાની ક્ષમતા પર આધારિત છે.  તેનુ આકલન માસિક હપ્તા અને એક પરિવારની સરેરાશ આવકના સરેરાશ પર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના આંકડા મુજબ પણ  અમદાવાદ જ સૌથી સસ્તુ શહેર સાબિત થયુ હતુ.  
 
વર્ષ 2023 માટે અત્યાર સુધીના છ મહિનાના મૂલ્યાંકનમાં, ટોચના આઠ શહેરોમાં અમદાવાદનો ગુણોત્તર સૌથી ઓછો હતો. જે 23 ટકા નોંધાયો છે.  જ્યારે પુણે અને કોલકાતાનો અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ 26 ટકા (Kolkata's Affordability Index 26 percent) રેકોર્ડ કરવામા આવ્યુ. ઉલ્લેખનીય છે કે આ સરેરાશ પરિવારોની આવકનો એ ભાગ છે જે  EMI પર  ખર્ચ થાય છે. 
 
આ ઈન્ડેક્સમાં દેશની આર્થિક રાજધાની મુંબઈનું પ્રમાણ સૌથી વધુ એટલે કે 55 ટકા છે, જેનો અર્થ છે કે મુંબઈ શહેર ઘરો અને અન્ય સુવિધાઓ ખરીદવાની દૃષ્ટિએ ઘણું મોંઘું છે. આ પછી રાજધાની દિલ્હીનો ઇન્ડેક્સ 30 ટકા અને હૈદરાબાદનો અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ 31 ટકા છે.
 
રેન્કની વાત કરીએ તો દેશના આઠ મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ, કોલકાતા બીજા, પુણે ત્રીજા, ચેન્નઈ ચોથા, બેંગલુરુ પાંચમા, દિલ્હી સાતમા હૈદરાબાદ અને મુંબઈ આઠમા ક્રમે છે.