શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2022 (08:13 IST)

અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ટુ વ્હીલરની નવી સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ (પૂર્વ) દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૨૫ થી ૨૭ જુલાઈ ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.
 
મોટર સાયકલ (ટુ વ્હીલર)ની નવી સીરીઝ GJ27-DWના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancynumber પર આગામી તા. ૨૫ થી ૨૭ જુલાઈ ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૨૮ અને ૨૯ જુલાઈ ૨૦૨૨ ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે. અને તા. ૩૦ જુલાઈ ૨૦૨૨ ના રોજ ઈ-ઓક્શનના ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
 
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancynumber વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બેમાંથી જે વહેલું હશે તે તારીખથી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.