શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (20:22 IST)

કર્ણાટકના ટોલ બુથ પર પલટી એમ્બ્યુલન્સ, 4 ના મોત - ગાયને બચાવવા મારી બ્રેક, રસ્તા પર પાણી હોવાથી ગાડી લપસી

Karnataka Ambulance Accident Video;
બુધવારે કર્ણાટકના ઉડુપી જિલ્લાના ટોલ બ્લોક પર એક તેજ ગતિએ આવી રહેલી એમ્બ્યુલન્સના અકસ્માતનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ઉડુપીના બિંદૂર વિસ્તારમાં આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. તેમાં એમ્બ્યુલન્સમા હાજર દર્દી, 2 તબીબી સ્ટાફ અને એક ટોલ વર્કરનો સમાવેશ થાય છે. સાથે જ ડ્રાઈવરને ઈજા થઈ છે. 
 
આખી ઘટના આ પ્રમાણે છે 
 
પોલીસના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સ એક દર્દીને સારવાર માટે ઉત્તરા કન્નડ જિલ્લાના હોન્નાવરા લઈ જઈ રહી હતી. બિન્દુર વિસ્તારમાં સ્થિત નેશનલ હાઈવે પર ટોલ સ્ટોપની બરાબર પહેલા લેનમાં બે સ્ટોપર હતા. સ્પીડમાં આવતી એમ્બ્યુલન્સને જોઈને ટોલ સિક્યુરિટીના જવાનો પ્રથમ લાઈનમાં સ્ટોપરને હટાવવા દોડી ગયા હતા. તેમણે સ્ટોપર પણ કાઢી નાખ્યું હતું. આ પછી, રસ્તા પર બીજું સ્ટોપર મૂકવામાં આવ્યું હતું, જેને અન્ય સુરક્ષા ગાર્ડે દૂર કર્યું હતું.

 
એમ્બ્યુલન્સ સલામત રીતે બહાર નીકળી ગઈ હોત, પરંતુ કંઈક બીજું થવાનું હતું. અચાનક રસ્તા પર એક ગાય દેખાઈ. તેને બચાવવા માટે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી અને એમ્બ્યુલન્સ રસ્તા પર પડેલા પાણીને કારણે લપસી ગઈ અને 360 ડિગ્રી પર આખી એમ્બ્યુલસ ફરીથી  પલટી ગઈ
 
એમ્બ્યુલન્સ બેકાબૂ બનીને પલટી જતાં તેનો દરવાજો ખૂલી ગયો અને પાછળ બેઠેલા દર્દી અને મેડિકલ સ્ટાફ હવામાં ઉછળીને રસ્તા પર પડી ગયા. આ પછી એમ્બ્યુલન્સ ટોલ બૂથ પર બનેલી કેબિન સાથે અથડાઈ હતી. આ દરમિયાન બીજા સ્ટોપરને હટાવી રહેલા કર્મચારી અને ટોલ બૂથની અંદર હાજર સ્ટાફ પણ એમ્બ્યુલન્સની પકડમાં આવી ગયા હતા. તો.
 
CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગાયને બચાવતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માતનું એક કારણ રોડ ક્લિયરન્સમાં વિલંબ પણ છે. જો સમયસર બેરીકેટ્સ અને ગાયને હટાવી લેવામાં આવી હોત તો અકસ્માત સર્જાયો ન હોત