સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 4 જાન્યુઆરી 2023 (18:29 IST)

Air India: નશામાં ધૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પર કર્યો પેશાબ, લાગી શકે છે આજીવન પ્રતિબંધ

air india
ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્લેનમાં નશામાં ધૂત વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું કે બધા જોતા જ રહી ગયા. તેણે બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો. આરોપ છે કે મહિલાની ફરિયાદ બાદ પણ કેબિન ક્રૂ મેમ્બર્સ દ્વારા વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખવામાં આવ્યો છે, ત્યારબાદ જ મામલાની તપાસ શરૂ થઈ છે.
 
એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલાએ તેના પત્રમાં લખ્યું છે કે પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજાગ ન હતા. એરલાઈન્સ દ્વારા તેમની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, એમ તેમણે જણાવ્યું હતું.
 
શુ છે સમગ્ર મામલો 
મહિલાએ તેના પત્રમાં જણાવ્યું છે કે તે ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટથી દિલ્હી જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-102માં મુસાફરી કરી રહી હતી. લંચ પછી વિમાનની લાઈટો બંધ થઈ ગઈ. આ દરમિયાન એક નશામાં ધૂત વ્યક્તિ મારી સીટ પાસે આવ્યો અને મારા પર પેશાબ કર્યો. આ પછી પણ તે વ્યક્તિ મારી પાસે ઉભો રહ્યો. સહ-પ્રવાસીએ કહ્યું પછી તે ત્યાંથી હટ્યો. 
 
ડિસઈનફ્કેટ છાંટીને ત્યાથી જતી રહી એયર હોસ્ટેસ 
 
મહિલાએ જણાવ્યું કે, ઘટના બાદ તેના કપડા, બેગ, જૂતા પેશાબથી સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. તેણે આ અંગે ક્રૂ મેમ્બર્સને જાણ કરી, ત્યારબાદ એર હોસ્ટેસ આવી અને જંતુનાશક દવાનો છંટકાવ કરીને જતી રહી. થોડા સમય પછી તેને પાયજામા અને ડિસ્પોઝેબલ ચપ્પલની જોડી આપવામાં આવી. મહિલાએ કહ્યું, પેશાબ કરનાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તે વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો હતો.
 
એયર ઈંડિયાએ નોંધાવી એફઆઈઆર 
 
ટાટા ગ્રુપના ચેરમેનને પત્ર લખ્યા બાદ એર ઈન્ડિયા કાર્યવાહીના મૂડમાં છે. એક અધિકારીએ જણાવ્યું કે, 26 નવેમ્બરે બનેલી આ ઘટનાના સંબંધમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિવાય એર ઈન્ડિયા દ્વારા આ ઘટનાની તપાસ માટે એક આંતરિક સમિતિની પણ રચના કરવામાં આવી છે અને પુરુષ મુસાફરને 'નો-ફ્લાય લિસ્ટ'માં મૂકવાની ભલામણ કરવામાં આવી છે.
 
ડિરેક્ટોરેટે રિપોર્ટ માંગ્યો
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે પણ આ મામલે એરલાઈન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. નિદેશાલયનું કહેવું છે કે બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ દિલ્હી પોલીસનું કહેવું છે કે એર ઈન્ડિયાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી રહી છે.
 
આરોપી પર 30 દિવસનો પ્રતિબંધ
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આરોપી પેસેન્જર પર 30 દિવસ અથવા આંતરિક સમિતિના નિર્ણય સુધી, બેમાંથી જે વહેલો આવે ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમય દરમિયાન તે એર ઈન્ડિયા સાથે ઉડાન ભરી શકશે નહીં.  સાથે જ આ મામલે ક્રૂની બેદરકારીની તપાસ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.