શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 27 ડિસેમ્બર 2020 (12:26 IST)

એકોનું કાર અને બાઈક ઈન્સ્યોરન્સ હવે એમેઝોન પે પર પણ ઉપલબ્ધ

એકો ઈન્સ્યોરન્સ, જે ભારતની પહેલી અને સૌથી ઝડપી વિકસતી સંપૂર્ણ ડીજીટલ ઈન્સ્યોરન્સ કંપની છે, જેણે એમેઝોન પે સાથે ભાગીદારી કરી છે, જે એમેઝોન ઈન્ડીયાનું જ એક પેમેન્ટ યુનિટ છે. તેમના પ્લેટફોર્મ પર ટુ અને ફોર વ્હિલર ઈન્સ્યોરન્સ પોલિસી આપવામાં આવે છે. ગ્રાહકો હવે કોઈપણ પ્રકારનું પેપર વર્ક કર્યા વગર જ માત્ર બે મિનિટ કરતા પણ ઓછા સમયમાં ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદી  શકશે. આ સિવાય એમેઝોન પ્રાઈમના મેમ્બરને વધારાના ડિસ્કાઉન્ટ સહિત વધારા લાભ પણ મળશે.
 
આ ભાગીદારીથી એમેઝોને વીમા ક્ષેત્રે તેની અલગ છાપ ઉભી કરી છે. એમેઝોનની એકો સાથેની ભાગીદારીએ આવા પ્રકારના ક્ષેત્રમાં પ્રથમ વૈશ્વિક ભાગીદારી છે, કારણ કે આવું પહેલી વખત થઈ રહ્યુ છે કે જ્યાં એક ઈ-કોમર્સ જાયન્ટ અને ઈન્સ્યોરન્સ આપનાર બંને હવે ઓનલાઈન ઈન્સ્યોરન્સ પ્રોડક્ટસ આપવા માટે જૂથમાં જોડાયા છે.
 
એકો અને એમેઝોન પે ની ભાગીદારીએ ઈન્સ્યોરન્સ ખરીદવાની જટીલ પ્રક્રિયાના અનુભવને અંતે સરળ બનાવી છે. ઈન્સ્યોરન્સ ખરીદવા માટે સાદી અને સરળ સમજ વધારવાની સુવિધા આપવામાં આવે છે. જે ગ્રાહકો અમુક આસાન સ્ટેપથી પૂરી કરી શકે છે. આ સેવાઓ સિવાય ઝીરો પેપર વર્ક સાથે અવરોધ મુક્ત ક્લેઈમ પ્રક્રિયા, એક કલાકમાં પીક-અપ, ત્રણ દિવસની દાવા માટેની ખાત્રીપૂર્વકની સેવા અને પસંદગીના શહેરોમાં એક વર્ષની રિપેર વૉરંટી મળે છે, તેમજ તુરત જ સેટલમેન્ટ કરીને ઓછી કિંમતના દાવાઓની રોકડમાં ઝડપી પતાવટનો વિકલ્પ પણ ગ્રાહકો માટે મહત્તમ ફાયદાકારક છે.
 
એમેઝો પે પેઝ, એમેઝોન એપ્પ અથવા મોબાઈલ વેબસાઈટ પરથી ગ્રાહકો એકો ઓટો ઈન્સ્યોરન્સની ખરીદી કરી શકે છે. અમુક પ્રાથમિક માહિતી આપીને, બહુ જ સાદા અને સરળ સ્ટેપમાં તે પોતાની કાર અથવા બાઈકના ઈન્સ્યોરન્સ માટે સારા ભાવતાલ પણ મેળવી શકે છે. વધુમાં તે એડ-ઓનના લીસ્ટ પર જઈને પસંદગી પણ કરી શકે છે, જેમકે ઝીરો ડેપ્રિસિએશન, એન્જીન પ્રોટેક્શન વગેરે. ગ્રાહક એમેઝોન પે બેલેન્સ, યુપીઆઈ અથવા કોઈપણ સેવ કરેલા કાર્ડથી પેમેન્ટ કરશે કે તરત જ બે મિનિટ કરતાં પણ ઓછા સમયમાં પોલિસી સીધી જ તેમના ઈમેલ ઈ-બોક્સમાં આવી જશે. પોલિસીની નકલ તમે ‘યોર ઓર્ડર્સ’ પેજ પરથી ડાઉનલોડ પણ કરી શકો છો.
 
એકોની સ્થાપના વર્ષ 2016માં વરૂણ દુઆ અને રૂચિ દિપક દ્વારા કરવામાં આવી છે. કંપની ઓટો ઈન્સ્યોરન્સ જેવી પરંપરાગત પ્રોડક્ટસના વિતરણ માટે ગ્રાહક સાથે સીધા જોડાણનો અભિગમ અપનાવે છે. ગ્રાહક સાથે સીધો સંબંધ રાખીને એકોનો મૂળ હેતુ મૂળભૂત બદલાવની ક્રિયા મુજબ ગ્રાહકોની નવી પેઢી વીમો ખરીદવા બાબતે કેવી ક્રિયા-પ્રતિક્રિયા આપે છે અને શું અનુભવે છે તે સમજવાનો છે. કંપનીએ આજ સુધીમાં 60 મિલિયન કરતાં વધુ ગ્રાહકોને 650 લાખ કરતાં વધુ પોલિસી પૂરી પાડી છે.
 
એકોએ અત્યાર સુધીમાં કુલ 200 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ ઉભુ કર્યું છે. કંપનીની મ્યુનીક રે વેન્ચર્સ, એમેઝોન, એસેલ એન્ડ સૈફ પાર્ટનર્સ, બિન્ની/બીની બંસલ, આર.પી.એસ. વેન્ચર્સ એન્ડ ઈન્ટેક્ટ વેન્ચર્સ સિવાય અન્ય ઘણાં મોટા રોકાણકારો સાથે જોડાણ ધરાવે છે. એમેઝોન એવી કંપનીઓને સમર્થન આપે છે કે જે ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ કરીને ગાયકોને સારામાં સારી સેવા આપવાની બાબતે કેન્દ્રમાં રાખતી હોય. એટલા માટે જ તેણે એકોમાં રોકાણ કર્યું છે. વર્ષ 2018ની શરૂઆતમાં એકોએ એમેઝોનની આગેવાની હેઠળ સિરીઝ-બીમાં 12 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ એકઠું કર્યું છે. એ પછીના બીજા રાઉન્ડમાં પણ એમેઝોને રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.
 
એક ટેકનોલોજી કંપની તરીકે એકો ગ્રાહક માટે ડેટા અને એનાલિટીક્સનો ઉપયોગ કરીને પ્રિમિયમ ભાવની ચોકસાઈમાં સુધારો કરે છે. ઉદાહરણ તરીકે કાર અને બાઈક ઈન્સ્યોરન્સના કિસ્સામાં દરેક ગ્રાહકને જે પોલિસી પ્રિમિયમ આપવામાં આવે છે તે સંપૂર્ણ રીતે જે તે વ્યક્તિ, ડ્રાઈવર તરીકે કેટલી સલામત છે અને વાહનનો ઉપયોગ કરવાની તેની પ્રકૃતિ/ રીત કેવી છે વગેરે જેવા વિવિધ પરિમાણો ઉપર આધારિત છે. પોલિસીની ખરીદીથી શરૂ કરીને દાવાઓના સમાધાન સુધી એકોની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે, જે ગ્રાહકોને પેપર વર્કમાંથી છૂટકારો આપે છે અને તેના કારણે ઉંચી મારી નાંખે તેવી કિંમતો, તાણમુક્ત અને તુરત જ દાવાની ચકાસણી તથા સમાધાન તેમજ કાર અને બાઈકના વીમાના સ્ટેપ બાય સ્ટેપ દરેક અપડેટસ સાથેના લાભ પણ મળે છે. ઉપરોક્ત તમામ ફાયદાઓ એકો વધારાના ધોરણે આપે છે.
 
ફાયનાન્સિયલ સર્વિસીસ એમેઝોન પે ઈન્ડીયાના ડિરેક્ટર અને હેડ- વિકાસ બંસલ જણાવે છે કે “અમારૂં લક્ષ્ય એ છે કે અમારા ગ્રાહકો માટે એમેઝોન પે ને પેમેન્ટ કરવાની સૌથી વિશ્વાસપાત્ર, અનુકૂળ અને લાભદાયી રીત પૂરી પાડવાનું છે. આ તમામ અનુભવથી ખુશ થઈને હજુ વધુ સેવાઓ માટે માંગ થઈ રહી છે. એકોની ઓટો ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ જે સસ્તી, અનુકૂળ આવે તેવી અને ક્લેઈમ્સ એકધારા પૂરા પાડવાના અનુભવને કારણે તમામ સેવાઓ અમારા ગ્રાહકો સુધી તેને સાનુકૂળ નિવડે તે રીતે પહોંચાડવા માંગીએ છીએ.”
 
એકો ઈન્સ્યોરન્સના સીઈઓ વરૂણ દુઆ જણાવે છે કે “ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને જ એમેઝોન પે સાથે અમારી ભાગીદારી કરવામાં આવી છે. આ પ્રોડક્ટ દ્વારા અમારો ઉદ્દેશ એ છે કે વીમો ખરીદવાથી માંડીને ક્લેઈમ સુધીની તમામ પ્રક્રિયા વધુ સાનુકૂળ, સસ્તી અને એકરૂપ બનાવીને અમારા માનવંતા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપીએ. આ પ્રોડક્ટ લોન્ચ થવા જઈ રહી છે ત્યારે એમેઝોન સાથેની સફળ પાર્ટનરશીપ એક મહત્વના માઈલસ્ટોન સમાન બની છે અને ભવિષ્યની યાત્રા માટે પણ અમે એટલા જ ઉત્સુક છીએ.”
 
બહુ જ સરળ સ્ટેપમાં કાર અને  બાઈક ઈન્સ્યોરન્સ ખરીદવા માટે ગ્રાહકો હવે એમેઝોન પે  પેજની મુલાકાત લઈ શકે છે અથવા અમેઝોન મોબાઈલ એપ્લીકેશન પર સર્ચ કરી શકે છે.