1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (15:16 IST)

Anmol Ambani-khrisha Shah Wedding: અનિલ અંબાણીના પુત્ર અનમોલે ક્રિશા શાહ સાથે કર્યા લગ્ન, વર-વધુની પ્રથમ તસવીર આવી સામે

અનિલ અને ટીના અંબાણીના પુત્ર અનમોલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગત રોજ તેમણે ક્રિશા શાહ સાથે સાત ફેરા લીધા હતા. હવે તેમના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. બંને તેમના ખાસ દિવસે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 
 
અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી ક્રિશા શાહ સાથેના લગ્નને લઈને ઘણા દિવસોથી સમાચારોમાં હતા. જો કે અનમોલ અથવા તેના પરિવાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ હવે અનમોલ અને ક્રિશા શાહના લગ્નની તસવીર સામે આવી છે, જેણે પુષ્ટિ કરી છે કે અંબાણી પરિવારનું આ ખૂબ જ પ્રિય કપલ લગ્નના બંધનમાં બંધાશે. 
 
ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલે આખરે ગઈ કાલે તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે લગ્ન કરી લીધા છે. જ્યારે અનમોલે તેના લગ્ન માટે હળવા ગ્રે શેરવાની પહેરી હતી, ત્યારે ક્રિશા શાહ લાલ હેવી સિલ્વર જરદોઝી લહેંગામાં અદભૂત દેખાતી હતી. આ તસવીર અનમોલ અંબાણી અને ક્રિશા શાહની જૈમલના સમયની છે. બંને ખુબ ખુશ દેખાઈ રહ્યા છે.