Apple નો પહેલો ફોલ્ડેબલ iPhone લોન્ચ, બુક સ્ટાઈલ સાથે ડબલ કૈમરાવાળો, જાણો શું છે વિશેષ
Appleની વાર્ષિક ઇવેન્ટમાં, કંપનીએ તેના પ્રથમ ફોલ્ડેબલ આઇફોન (iPhone Duo) ઉપરાંત નવી iPhone 18 Pro સિરીઝ પણ લૉન્ચ કરી છે. આ ઉપરાંત Apple Watch અને AirPods 5ની નવી સિરીઝ પણ રજૂ કરવામાં આવી છે. આ વર્ષે Apple ઇવેન્ટમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. કંપનીએ Apple ઇવેન્ટમાં રેગ્યુલર iPhone 18 મોડલ લોન્ચ કર્યું નથી. કંપનીએ iPhone 18 Pro સિરીઝને $1199ની પ્રારંભિક કિંમત એટલે કે અંદાજે રૂ. 1,14,000થી રજૂ કરી છે.
ફોલ્ડેબલ આઇફોન પરથી પણ ઉઠ્યો પડદો
એપલે iPhone Duo નામનો ફોલ્ડેબલ iPhone રજૂ કર્યો છે. ફોલ્ડ કરવામાં આવે ત્યારે આ ફોન પાસપોર્ટ જેવો દેખાય છે. તે સફેદ અને ઘેરા વાદળી રંગોમાં ઉપલબ્ધ છે.
Introducing iPhone Duo, thoughts?#AppleEvent pic.twitter.com/dneCPjHu0v
— Rohan | Brand Designer (@rohankumarpro) September 9, 2026
એપલ વોચ સિરીઝ 12 લોન્ચ
એપલે નવા આઈફોનની સાથે તેની આગામી પેઢીની સ્માર્ટવોચ, એપલ વોચ સિરીઝ ૧૨ અને ફ્લેગશિપ એપલ વોચ અલ્ટ્રા ૪ સત્તાવાર રીતે લોન્ચ કરી છે. કંપનીએ સ્માર્ટવોચના આંતરિક પ્રદર્શન, બેટરી કાર્યક્ષમતા અને આરોગ્ય અને ફિટનેસ મોનિટરિંગ ક્ષમતાઓમાં સુધારો કર્યો છે. કિંમતની દ્રષ્ટિએ, એપલ વોચ સિરીઝ 12 ભારતમાં ₹45,000 થી ₹46,900 સુધી શરૂ થાય છે.
કિંમતોનો થયો ખુલાસો
256 GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટ માટે iPhone 18 Pro ની કિંમત $1,1899 (આશરે રૂ.114,000) છે. 256 GB સ્ટોરેજવાળા iPhone 18 Pro Max ની કિંમત $1299 (આશરે રૂ. 23,000) થી શરૂ થાય છે. જોકે, ભારતમાં હજુ સુધી કિંમતો જાહેર કરવામાં આવી નથી. ભારતીય બજાર માટે કિંમતો અલગથી જાહેર થવાની ધારણા છે. બંને મોડેલો 18 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
બેટરી પરફોર્મેન્સ પહેલા કરતા સારું
iPhone 18 Pro અને iPhone 18 Pro Max માં Apple એ ઝડપી ચાર્જિંગ અને બેટરી પર્ફોર્મન્સમાં સુધારો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, iPhone 18 Pro Max માં આજ સુધીના કોઈપણ iPhone કરતાં વધુ દમદાર બેટરી છે. iPhone 18 Pro શ્રેણીમાં કેમેરા ફ્રન્ટ પર પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. Apple તેને અત્યાર સુધીની તેની સૌથી અદ્યતન કેમેરા સિસ્ટમ કહી રહ્યું છે. પહેલીવાર, કંપનીએ અપરચર મોડ પ્રદાન કર્યો છે, જેની મદદથી યુઝર્સ કેમેરામાં આવતા પ્રકાશને નિયંત્રિત કરી શકશે. Apple એ માત્ર કેમેરા હાર્ડવેર જ નહીં પરંતુ સોફ્ટવેર પ્રોસેસિંગમાં પણ સુધારો કર્યો છે, જે ફોટા અને વીડિયોની ગુણવત્તામાં વધુ સુધારો કરવાનો દાવો કરે છે.
નવું વેપાર ચૈમ્બર કુલીંગ સીસ્ટમ
Apple એ iPhone 18 Pro માં ગરમીને સારી રીતે નિયંત્રિત કરવા માટે નવું વેપાર ચેમ્બર કુલીંગ સીસ્ટમ આપ્યું છે. આ સિસ્ટમ A20 Pro ચિપસેટ સાથે કામ કરશે અને iPhone 17 Pro માં ઉપયોગમાં લેવાતા વેપર ચેમ્બર કરતા લગભગ ત્રણ ગણું મોટું હોવાનું કહેવાય છે. સુધારેલ થર્મલ મેનેજમેન્ટ iPhone 18 Pro ને લાંબા સમય સુધી ઉચ્ચ પ્રદર્શન જાળવી રાખવા દેશે. આ ટેકનોલોજી ખાસ કરીને ગેમિંગ, વિડીયો એડિટિંગ અને અન્ય ભારે કાર્યો દરમિયાન ઓવરહિટીંગ ઘટાડવામાં મદદ કરશે.
TODAY: $AAPL unveils the NEW iPhone 18 Pro from $1,199 and Pro Max from $1,299 in Black, Silver, Blue and Burgundy.
— Coin Bureau (@coinbureau) September 9, 2026
The new FOLDABLE iPhone Duo will start at $2,000, with sales expected as early as October.
The Pro models feature a A20 Pro chip, upgraded on-device AI and a… pic.twitter.com/2cgGw3i5FL
AI થી બનેલી તસ્વીરોની ઓળખ કરવી ઈઝી
Apple એ AI ના વધતા જતા ઉપયોગ વચ્ચે, અસલી અને AI ફોટા વચ્ચે તફાવત કરવાનું સરળ બનાવવાનો પણ પ્રયાસ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, iPhone 18 Pro સાથે લેવામાં આવેલા ફોટામાં એક અનન્ય ડિજિટલ હસ્તાક્ષર હશે. આ હસ્તાક્ષર યુઝર્સ ને નક્કી કરવાની મંજૂરી આપશે કે શું ફોટો ખરેખર iPhone 18 Pro દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો કે નહિ.
Official Trailer - iPhone Duo pic.twitter.com/i8fDATWifI
— Apple Design (@TheAppleDesign) September 9, 2026
Apple નાં ભવિષ્યના વિઝન પર બોલ્યા જોન ટર્નસ
Apple ના નવા CEO, જોન ટર્ન્સે, કંપનીના ભવિષ્ય વિશે વાત કરી. તેમણે કહ્યું, "નમસ્તે, બધાને, Apple Park માં આપનું સ્વાગત છે. આજે અહીં આવીને હું ખૂબ જ રોમાંચિત છું. શરૂ કરતા પહેલા, હું કહેવા માંગુ છું કે Appleની અદ્ભુત ટીમો સાથે કામ કરવું એ એક મહાન સન્માનની વાત છે." ટર્ન્સે કહ્યું કે તેમણે તેમના જીવનનો મોટો ભાગ Apple માં વિતાવ્યો છે, અને આજે પણ, કંપનીની જિજ્ઞાસા અને નવીનતા તેમને નવીનતા લાવવા માટે પ્રેરણા આપે છે.
અમારી સામે મોટા પરિવર્તનોથી ભરેલું ભવિષ્ય છે: જોન ટર્નસ
તેમણે કહ્યું કે, અમારી ટીમો દરેક કામમાં ઉત્તમ તાલમેલ અને પૂરી જવાબદારી સાથે કામ કરે છે. અમારો ઉદ્દેશ્ય એ જ છે, જેણે શરૂઆતથી Appleને આગળ વધાર્યું છે—દુનિયાના સૌથી શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ બનાવવા. જોન ટર્નસના જણાવ્યા અનુસાર, દુનિયાભરમાં લોકો Appleના પ્રોડક્ટ્સનો ઉપયોગ કંઈક નવું બનાવવા, શીખવા, સ્વસ્થ જીવન જીવવા અને પોતાના સ્વજનો સાથે જોડાયેલા રહેવા માટે કરે છે. તેમણે ભવિષ્ય વિશે વાત કરતા કહ્યું કે, જ્યારે અમે આગળ વધીને જોઈએ છીએ, ત્યારે અમને શોધ, ઇનોવેશન (નવીનતા) અને મોટા પરિવર્તનોથી ભરેલું ભવિષ્ય દેખાય છે.
આઇફોન 18 પ્રો ની પહેલી ઝલક આ વર્ષે ચાર રંગોમાં લોન્ચ કરવામાં આવ્યો આઇફોન 18 પ્રો - બર્ગન્ડી, સ્કાય બ્લુ, સિલ્વર અને ડીપ બ્લેક.
નવું વેરિએબલ અપર્ચર કંપનીએ એપલ આઇફોન 18 પ્રો માં નવું વેરિએબલ અપર્ચર રજૂ કર્યું છે. આ અપર્ચર રોશનીના હિસાબે આપમેળે એડજસ્ટ થાય છે. આ ફોનમાં 48 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.
પહેલો ફોલ્ડેબલ આઇફોન Apple એ પોતાનો પહેલો ફોલ્ડેબલ આઇફોન આખરે રજૂ કરી દીધો છે. તેને iPhone Duo ના નામથી રજૂ કરવામાં આવ્યો છે. તેનો લુક અને ડિઝાઇન સેમસંગના હાલમાં જ લોન્ચ થયેલા ફોલ્ડેબલ ફોન Galaxy Z Fold 8 જેવી છે. આ પણ પહોળા ડિસ્પ્લે પેનલ સાથે આવે છે, જેમાં ફિક્સ્ડ આસ્પેક્ટ રેશિયો આપવામાં આવ્યો છે.
એપલના આ નવા લોન્ચ થયેલા આઇફોન સૌથી એડવાન્સ 2nm ચિપ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ ડિવાઇસ A20 Pro Bionic ચિપ સાથે આવે છે. આ વર્ષે લોન્ચ થનારા ડિવાઇસના હાર્ડવેરની સાથે સાથે સોફ્ટવેરમાં પણ અપગ્રેડ જોવા મળ્યું છે.
એપલ ઇવેન્ટ 2026 ના મોટા અનાઉન્સમેન્ટ્સ
iPhone 18 Pro
iPhone 18 Pro Max
iPhone Duo
Apple Watch Series 2026
AirPods 5
iOS 27
