બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 7 ઑક્ટોબર 2019 (12:05 IST)

ઓક્ટોબરમાં તહેવારોને કારણે 10 દિવસ બેંક રહેશે બંધ, જાણી લો

ઓક્ટોબરમાં અનેક તહેવારો આવી રહ્યા છે. આગામી 26 દિવસમાં 10 દિવસ બેંક બંધ રહેશે.  છ થી આઠ ઓક્ટોબર સુધી બેંક સતત ત્રણ દિવસ બંધ રહેશે. આ ઉપરાંત 26થી 29 ઓક્ટોબર સુધી ચાર દિવસ બેંક બંધ રહેશે.  બેંકોના સતત બંધ રહેવાની અસર એટીએમ પર પણ પડવાની શક્યતા છે. 
 
નવરાત્રી, દિવાળી અને ભાઈ બીજ જેવા મુખ્ય તહેવારોને કારણે ઓક્ટોબરમાં એવી સ્થિતિ બની રહી છે. યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના મીડિયા પ્રભારી અનિલ તિવારીએ જણાવ્યુ કે છ ઓક્ટોબરથી રજાઓ શરૂ થઈ જશે. 
 
ઓક્ટોબરમાં બેંકની રજાઓ 
 
6 ઓક્ટોબર રવિવાર 
7 ઓક્ટોબર મહાનવમી 
8 ઓક્ટોબર - દશેરા 
12 ઓક્ટોબર  - બીજો શનિવાર 
13 ઓક્ટોબર - રવિવાર 
20 ઓક્ટોબર - રવિવાર 
26 ઓક્ટોબર - ચોથો શનિવાર 
27 ઓક્ટોબર - રવિવાર અને દિવાળી 
28 ઓક્ટોબર - બેસતું વર્ષ 
29 ઓક્ટોબર - ભાઈબીજ