રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2024 (16:34 IST)

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘરેથી શાક- પૂરી લી ગયા, ખાધા પછી કરી ભૂલ, ભરવો પડ્યો દંડ, આવું ન કરો

ઘણી વખત કેટલાક મુસાફરો નાની ભૂલ કરે છે અને આ 'ફૂડ' ભારે પડી જાય છે. રેલવે તેમની પાસેથી દંડ વસૂલે છે. આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, તો આગલી વખતે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ ભૂલ ન કરો.
 
એપ્રિલ 2024માં હાથ ધરવામાં આવેલી ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં, 53,273 મુસાફરો ટિકિટ વગર પકડાયા હતા અને 4,82,81,696 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. અનિયમિત મુસાફરીમાં ઝડપાયેલા 50,403 મુસાફરો પાસેથી રૂ. 2,80,56,910 વસૂલ કરવામાં આવ્યા હતા. 1189 મુસાફરો કચરો નાખતા પકડાયા હતા અને 1,27,850 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. 14 મુસાફરોને ધુમ્રપાન કરતા પકડવામાં આવ્યા હતા અને રૂ. 2800ની વસૂલાત કરવામાં આવી હતી અને 263 મુસાફરો પાસેથી બુકિંગ વગરનો સામાન વસૂલવામાં આવ્યો હતો અને રૂ. 39,370ની વસૂલાત કરવામાં આવી હતી. ગંદકી ફેલાવનારાઓમાં, ઘણા મુસાફરો એવા હતા કે જેઓ ઘરે ભોજન રાંધે છે અને ખાધા પછી ગંદકી સ્ટેશન અથવા ટ્રેનમાં છોડી દે છે, તેથી દંડ ફટકારવામાં આવ્યો હતો.