ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 8 જૂન 2018 (17:23 IST)

પ્રાઈવેટ નોકરીમાં પણ 20 લાખ સુધી મળી શકે છે ગ્રૈચ્યુટી, સેલેરી સાથે આ રીતે કરો કેલક્યુલેટ

ગ્રૈચ્યુટી શુ છે, ક્યારે મળે છે અને કેવી રીતે તેને કૈલકુલેટ કરવામાં આવે છે. આ વાત મોટાભાગના લોકો જાણતા નથી. આ કારણ છે કે ઘણા લોકો જાણવા માંગે છે કે તેઓ ક્યારે ગ્રૈચ્યુટીના હકદાર બનશે અને મળશે તો તેના પર શુ ટેક્સ લાગશે. ઉલ્લેખનીય છે કે ગ્રૈચ્યુટી રિટાયરમેંટ લાભના હેઠળ મળે છે. સરકાર તરફથી તાજેતરમાં ગ્રૈચ્યુટીના નિયમોમાં ફેરફારે કરવામાં આવ્યો હતો કે ગ્રેચ્યુટી વધુમાં વધુ 20 લાખ રૂપિયા સુધી મળી શકે છે.  આવામાં જો તમારા મનમાં પણ આ સવાલ છે તો અમે તમને આપી રહ્યા છીએ તમારા આ પ્રશ્નોના જવાબ કે કેવી રીતે તમારી સેલેરી દ્વારા કૈલકુલેટ કરી શકો છો gratuity 
 
શુ હોય છે Gratuity 
 
ગ્રૈચ્યુટી તમારા પગાર, મતલબ કે તમારી સેલેરીનો એ ભાગ છે જે કંપની કે તમારા એમ્લોયર તમારી વર્ષોની સેવાઓને બદલે આપે છે.  આ તમારા રિટાયરમેંટ લાભનો ભાગ હોય છે અને નોકરી છોડવા કે નોકરી પુરી થતા કર્મચારીને કંપની તરફથી આપવામાં આવે છે. 
ક્યારે બનશો ગ્રૈચ્યુટીના હકદાર 
 
મોટાબહગના લોકો ગ્રૈચ્યુટી વિશે ફક્ત એટલુ જ જાણે છે કે જ્યારે તેઓ એક કંપનીમાં 5 વર્ષ પૂરા કરી લે છે તો તેઓ ગ્રૈચ્યુટીના હકદાર બની જાય છે.  આ વાત થોડીઘણી સાચી પણ છે.  પણ તેમા એક વાત એ છે કે એક જ નોકરીમાં સતત 4 વર્ષ 10 મહિના અને 11 દિવસ સ ઉધી કામ કરી લીધા પછી તમે ગ્રૈચ્યુટીના હકદાર બની જાવ છો. પણ જો તમને ફટાફટ નોકરી બદલવાની ટેવ છે તો ગ્રૈચ્યુટી તમારા ભાગમાં ક્યારેય નહી આવે. 
 
કેવી રીતે કરશો કૈલકુલેટ 
 
ગ્રૈચ્યુટી કૈલકુલેટ કરવી કોઈ મુશ્કેલ કામ નથી. તેનો ફોર્મૂલા ખૂબ જ સહેલો છે.  અંતિમ મહિનાની બેસિક સેલરી અને મોંઘવારી ભત્તાને જોડીને તેને 15થી ગુણા કરવામાં આવે છે. ત્યારબાદ જેટલા વર્ષની નોકરી થઈ ચુકી છે તેનાથી ગુણા કરવામાં આવે છે. ત્યારબાદ જે રકમ બને છે તેને 26થી ભાગવામાં આવે છે. ત્યારબાદ જે સંખ્યા આવશે એ જ તમારી ગ્રૈચ્યુટી રહેશે. 
 
આ છે ફોર્મૂલા 
(અંતિમ મહિનાનો બેસિક પગાર + મોંઘવારી ભત્થુ) x 15 x સેવામાં આપેલ વર્ષ /26 
 
માની લો કે તમે કોઈ કંપનીમાં 10 વર્ષ નોકરી કરી ચુક્યા છો. જ્યા તમારી અંતિમ બેસિક સેલેરી 22000 રૂપિયા હતી જેના પર તમને 24000 રૂપિયા મોંઘવારી ભત્થુ મળતુ હતુ. આવામાં સૌ પહેલા તમે 22000 અને 24000 ની રકમ જોડી લો. ત્યારબાદ આ 46000 રૂપિયાની રકમને 15થી ગુણા કરશો 6,90,000 મળશે. ત્યાબાદ તેને તમે કેટલા વર્ષ નોકરી કરી મતલબ 10 વર્ષ સાથે ગુણા કરો. ત્યારબાદ જે રકમ 6,900,000 રૂપિયા આવ્યા તેને 26થી ભાગાકાર કરો. ત્યારબાદ જે રકમ આવી  2,65,384 રૂપિયા આ તમારી ગ્રૈચ્યુટી હશે. 
કેટલી ગ્રૈચ્યુટી ટેક્સ ફ્રી હોય છે ?
 
જો તમારી ગ્રૈચ્યુટી ઉપર બતાવેલ ફોર્મૂલાથી કૈલકુલેટ થઈ ગઈ છે અને તે 20,00,000 રૂપિયાથી વધુ નથી તો તમને તેના પર કોઈ ટેક્સ નહી આપવો પડે.  નિયમ મુજબ ગ્રેચ્યુટીના રૂપમાં મળનારી 20 લાખ રૂપિયા સુધીની રકમ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે.