શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 5 મે 2018 (11:26 IST)

મોદીના પ્રવાસ પછી ચીનની ભારતને ભેટ, 28 દવાઓ પરથી હટાવી આયાત ડ્યુટી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ પછી ચીને ભારતીય દવાઓ માટે દરવાજા ખોલીને ભારતને ભેટ આપી છે. પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી ચિનફિંગની વુહાનમાં થયેલ અનૌપચારિક વાર્તા બે દિવસ પછી જ ચીને 28 પ્રકારની દવાઓને આયાત ડ્યુટીમાંથી મુક્ત કરી દીધી છે.  જેમા કેંસરની દવાઓનો પણ સમાવેશ છે. હવે આને કારણે ભારતીય દવા કંપનીઓને પણ ચીનમાં દવા નિકાસ કરવાનો ફાયદો થશે. 
 
ભારતમાં ચીનના રાજદૂત લુઓ ઝાવહુઈ ટ્વીટ કરીને જણાવ્યુ.. ચીને કેંસરની બધી દવાઓ સહિત 28 દવાઓના આયાતને ડ્યુટીથી મુક્ત કર્યુ છે. આ નિર્ણય 1 મેથી લાગૂ થઈ ગયો છે. ભારતીય દવા કંપનીઓ અને દવા નિકાસકારો માટે આ સાર સમાચાર છે. 
 
આર્થિક સંબંધો, વેપાર, વિજ્ઞાન અને તકનીક પર ભારત-ચીન જોઈંટ ગ્રુપની બેઠકમાં વેપાર અસંતુલનના મુદ્દે ઘણી લાંબી ચર્ચા થઈ હતી. એ સમયે ચીને એ વચન આપ્યુ હતુ કે તે આ ખાઈને પાર કરવા  પગલા લેશે. 
 
અગાના નાણાકીય વર્ષમાં અપ્રિલથી ઓક્ટોબર મહિના સુધી ચીન સાથે વેપારની ખોટ 36.73 36.73 અરબ ડોલર હતી. નાણાકીય વર્ષ 2016-17માં આ 51 ડોલર હતી. ચીની રાજદૂતે કહ્યુ કે ચીન વેપારી વાતાવરણ સુધારવાની દિશામાં કામ કરશે.  આ માટે બિઝનેસ શરૂ કરવામાં લાગનારો સમય અડધો કરવામાં આવશે.