મ્યુચુઅલ ફંડમાં Investment કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખશો તો સારુ રિટર્ન મળશે
મ્યુચુઅલ ફંડમાં કરવામાં આવેલ બેંક એફડી અને પોસ્ટલ સ્કીમમાંથી વધુ રિટર્ન મળે છે. તેથી રોકાણકારોનું વલણ ઝડપથી મ્યુચુઅલ ફંડ સ્કીમ તરફ વધી રહ્યુ છે. પણ એવુ નથી કે બધા રોકાણકારોને મોટુ રિટર્ન જ મળે છે. સમજ્યા વિચાર્યા વગર કરવામાં આવેલ રોકાણ પર આશા મુજબ રિટર્ન નથી મળતુ અને મોટાભાગે નુકશાન પણ ઉઠાવવુ પડ્યુ છે. એક્સપર્ટનુ કહેવુ છે કે તેનુ કારણ રોકાણકારને ફંડ વિશે યોગ્ય માહિતી ન હોવી. આજે અમે તમને બતાવી રહ્યા છે કે કોઈપ્ણ મ્યુચુઅલ ફંડમાં રોકાણ પહેલા રોકાણકારોએ કંઈ કંઈ વાતની જાણકારી જરૂર લેવી જોઈએ.
ફંડનુ છેલ્લુ પ્રદર્શન
કોઈપણ મ્યુચુઅલ ફંડને સમજવા માટે એ ફંડના અગાઉના બે-ત્રણ વર્ષના પ્રદર્શનને જુઓ. જો કે પાછલા વર્ષનુ પ્રદર્શન ભવિષ્યના પ્રદર્શનનો આધાર નથી હોઈ શકતુ. પણ તેનાથી તમને એ જાણ થઈ જાય છે કે આ ફંડ કેવુ પ્રદર્શન કરી રહ્યુ છે. ઉદાહરણના રૂપમાં જો કોઈ ફંડ ત્રણ વર્ષથી માર્કેટમાં છે અને તેમા 10,000 રૂપિયાનુ રોકાણ કરવામાં આવ્યુ છે તો એ જોવાનુ રહેશે કે આજના સમયમાં 10,000 રૂપિયાની વેલ્યુ છે છે અને તેના પર કેટલા ટકા રિટર્ન દર વર્ષે મળ્યુ છે.
પોર્ટફોલિયો
રોકાણકાર મ્યુચુઅલ ફંડમાં એ માટે રોકાણ કરે છે કે તેમા શેર માર્કેટ કરતા ઓછુ રિસ્ક હોય છે. શેયર માર્કેટમાં કોઈ રોકાણકાર પોતાની રીતે શેરની પસંદગી કરવામાં અસમર્થ હોય છે. જ્યારે કે મ્યુચુઅલ ફંડાની પસંદગી તે કરી શકે છે. તેથી મ્યુચુઅલ ફંડમાં રોકાણ પહેલા તેનો પોર્ટફોલિયો ચેક કરવો ખૂબ જરૂરી હોય છે. જો તમે ડેટ ફંડમાં રોકાણ કરો છો તો તેનુ ક્રેડિટ પ્રોફાઈલ જરૂર ચેક કરી લો.
રોકાણકાર મ્યુચુઅલ ફંડમાં એ માટે રોકાણ કરે છે કે તેમા શેર માર્કેટ કરતા ઓછુ રિસ્ક હોય છે. શેયર માર્કેટમાં કોઈ રોકાણકાર પોતાની રીતે શેરની પસંદગી કરવામાં અસમર્થ હોય છે. જ્યારે કે મ્યુચુઅલ ફંડાની પસંદગી તે કરી શકે છે. તેથી મ્યુચુઅલ ફંડમાં રોકાણ પહેલા તેનો પોર્ટફોલિયો ચેક કરવો ખૂબ જરૂરી હોય છે. જો તમે ડેટ ફંડમાં રોકાણ કરો છો તો તેનુ ક્રેડિટ પ્રોફાઈલ જરૂર ચેક કરી લો.
એક્સપેન્સેજ
મ્યુચુઅલ ફંડમાં રોકાણ પહેલા એક્સપેન્સેજ રેશિયો જરૂર ચેક કરો. જો ડેટ ફંડમાં રોકાણ કરવા જઈ રહ્યા છો તો એક્સપેન્સ રેશિયો જોવો અનિવાર્ય થઈ જાય છે. જો ડેટ ફંડમાં એક્સપેન્સ રેશિયો ઓછો છે તો તેમા રોકાણ કરવુ વધુ લાભકારી રહેશે. આ સાથે જ ફંડનો કાર્પસ પણ ચેક કરો. કાર્પસમાં ઝડપથી ઘટાડો થવો એ પણ ખતરાની ઘંટી હોય છે.
મોટુ નામ રોકાણનું માપદંડ નહી
ક્યારેય પણ મોટા બ્રાંડના નામ પર મ્યુચુઅલ ફંડમાં રોકાણ એક માત્ર માપદંડ ન હોવુ જોઈએ. કોઈપણ મ્યુચુઅલ ફંડમાં રોકાણ પહેલા તેના વિશે રિસર્ચ અને ડેટા વિશ્લેષણ પણ કરવુ જોઈએ. વ્યક્તિગત સલાહ, જાહેરાત અને બ્રાંડ નામોને વધુ મહત્વ ન આપો. રોકાણ કરતા પહેલા ફંડનો ટ્રેક રોકોર્ડ પણ જુઓ અને પછી રોકાણ કરવાનો નિર્ણય કરો.
રિટર્નની આશા
સામાન્ય રીતે રોકાણકાર મ્યુચુઅલ ફંડમાં રોકાણ કર્યા પછી 20થી 30 ટકા રિટર્નની આશા કરે છે. જે અવાસ્તવિક હોય છે. મ્યુચુઅલ ફંડ માર્કેટના પ્રદર્શન પર નિર્ભર કરે છે. આવામાં રોકાણ પહેલા જ વધુ રિટર્નની આશા કરવી યોગ્ય નથી હોતુ. જો લાંબા સમય માટે ડેટ ફંડમાં રોકાણ કરો છો તો તેના પર 9 ટકા અને ઈક્વિટીમાં 16 ટકા રિટર્ન મળે છે. રોકાણ કરતા પહેલા એ નક્કી કરી લો કે તમે કેટલુ રિટર્ન ઈચ્છો છો. જો તમે ફિક્સ રિટર્ન ઈચ્છો છો તો મ્યુચ્યુઅલ ફંડ તમારે માટે નથી. તેમા રોકાણ પછી રિટર્ન જુદુ જુદુ હોય છે. તેમાથી દરેક રોકાણ પર અનિશ્ચિતતા અને જોખમ પણ હોય છે.
બીજી માહિતીયો
મ્યુચુઅલ ફંડનો પોર્ટફોલિયો, એક્સપેન્સની સાથે તેના લાભાંશના ટ્રેકનો રેકોર્ટ પણ જોવો જોઈએ. ફંડ સાથે રેગ્યુલર લાભાંશ સીનિયર સિટીઝન માટે વધુ લાભકારી હોય છે. મ્યુચુઅલ ફંડના મોટાભાગના ફૈક્ટસીટ લાભાંશનુ વિવરણ સૌથી અંતમા આપે છે. એક્સપર્ટની સલાહ છે કે રોકાણકારે મ્યુચુઅલ ફંડમાં રોકાણ પછી ક્વાર્ટરલી ચેક કરી ફંડને ટ્રૈક કરતા રહેવુ જોઈએ. તેનાથી ફંડ કેવુ પ્રદર્શન કરી રહ્યુ છે તેના વિશે તમે માહિતગાર રહેશો.
રોકાણ પહેલા માહિતી એકત્ર કરવી કેટલી લાભકારી
કોઈપણ મ્યુચુઅલ ફંડમાં રોકાણ પહેલા એ ફંડ વિશે વધુમાં વધુ માહિતી એકત્ર કરો. એ પણ જાણ કરો કે ફંડનો પૈસો ક્યા રોકાણ કરશો. આ માટે તમે સ્કીમ ઈંફોર્મેશન ડોક્યૂમેંટ્સથી શરૂ કરો. પણ એસઆઈડી તમને ફક્ત સ્કીમના વિષયમાં માહિતી આપશે. કોઈપણ સ્કીમમાં રોકાણ માટે આ પુરતુ નથી. આ માટે અનેક બીજા તથ્યોની માહિતી જરૂરી હોય છે.

