શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (10:38 IST)

દિલ્હીના ઇનકમ ટેક્સ વિભાગે પાડી રેડ, મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહીમાં કરોડો રૂપિયાના ટ્રાંજેક્શનના દસ્તાવેજો મળ્યા

દિલ્હી ઇનકમ ટેક્સ વિભગે સવારે પોલિસ્ટર યાર્ન બનાવનાર કંપનીએ સુરતમાં ત્રણ સેલ્સ ઓફિસ તથા દહેજ અને સિલવાસના યાર્ન મેન્યુફેક્ચરિંગ યૂનિટ પર રેડ પાડી હતી. પાંચ સ્થળો પર 100થી વધુ અધિકારીઓની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. જાણકારી અનુસાર વિભાગને આ સ્થળો પર કરોડો રૂપિયાના ટ્રાંજેક્શનના દસ્તાવેજ બેંક એકાઉટની જાણકારી મળી છે. 
 
ઇનકમ ટેક્સ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડીઆઇ વિંગના અધિકારીઓને જાણકારી મલી હતી કે ગુજરાતની એક પોલિસ્ટર યાર્ન મેન્યુફેક્ચરિંગ કંપની મોટાપાયે યાર્ન રો-મટીરિયલ્સની ખરીદી કેશમાં કરી રહી છે. એટલું જ નહી કંપની યાર્ન બનાવ્યા બાદ બિલ વિના સ્થાનિક બજારમાં માલ વેચી રહી છે. કંપનીના સંચાલકોએ ઘણા મોટા રોકાણ પણ કરી શકે છે. 
 
તેમની તપાસ બાદ ઇનકમ ટેક્સ વિભાગની 100થી વધુ અધિકારીઓની ટીમે સુરતમાં રિંગરોડ સુરત સબજેલ પાસે સ્થિત સેલ્સ ઓફિસ સહિત ત્રણ સ્થળો પર તથા દહેજ અને સિલવાસમાં કંપનીના મેન્યુફેક્ચરિંગ યૂનિટ પર રેડ પાડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ કંપની શેર બજારમાં લિસ્ટેડ છે. કંપનીના સંચાલક દિલ્હીથી પોતાના રિટર્ન ફાઇલ કરે છે.