ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (07:57 IST)

દેશની ઈકોનોમીને જબરદસ્ત બૂસ્ટ, પ્રથમ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ 20 ટકાથી વધુ

દેશનું અર્થતંત્ર પાટા પર ફરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022 ના એપ્રિલ-જૂન ત્રિમાસિકના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના ડેટા દ્વારા આ સૂચવવામાં આવ્યું છે.  આંકડા મુજબ આ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલ-જૂનમાં દેશનો જીડીપી દર વધીને 20.1 ટકા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં, જીડીપી વૃદ્ધિ દર 23.9 ટકા નેગેટિવ હતો. આ વર્ષનો વિકાસ દર ઊંચો રહ્યો છે કારણ કે એક વર્ષ પહેલાના  ત્રિમાસિકનો તુલનાત્મક આધાર નીચે રહ્યો હોવાથી આ વર્ષનો વૃદ્ધિ દર ઉંચો રહ્યો છે. 
 
આંકડા મુજબ  2021-22ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી 32.38 લાખ કરોડ રૂપિયા રહી છે, જે 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં 26.95 લાખ કરોડ રૂપિયા હતી.
જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો મતલબ હોય છે સફળ ઘરેલુ ઉત્પાદ. આ એક આપવામાં આવેલ સમય સીમામાં કોઈ દેશમાં ઉત્પાદિત, ઓફિશિયલ રૂપે અંતિમ માલ અને સેવાઓનુ બજાર મૂલ્ય છે. આ દેશના કુલ ઉત્પાદનને માપે છે. તેમા દરેક વ્યક્તિ અને ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલ પ્રોડ્ક્શન સામેલ હોય છે. 
 
આ રીતે માપે છે જીડીપી
 
જીડીપીને માપવાની બે રીત હોય છે. પ્રથમ કૉન્સ્ટૈટ પ્રાઈસ અને બીજી કરેંટ પ્રાઈસ. કૉન્સ્ટ્રેંટ પ્રાઈસમાં જીડીપીની દરને એક વર્ષમાં પ્રોડક્શનના પ્રાઈસ પર નક્કી કરવામાં આવે છે. બીજી બાજુ કરેંટ પ્રાઈસમાં પ્રોડક્શનના વર્ષની મોંઘવારી દર પણ હોય છે.
 
ઉલ્લેખનીય છે કે  સરકારે કોવિડ-19 રોગચાળાને અટકાવવા  માટે ગયા વર્ષે માર્ચથી મે સુધી દેશવ્યાપી 'લોકડાઉન' લગાવ્યુ હતું. આ કારણોસર, વૃદ્ધિ નકારાત્મક સુધી પહોંચી હતી. જો કે, કોરોના યુગમાં પ્રથમ વખત જીડીપીમાં આ સ્તર વધ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે આ રાહતના સમાચાર છે.
 
એસબીઆઈનુ અનુમાન -  એસબીઆઈના અહેવાલ મુજબ ઈકોરેપે અનુમાન લગાવ્યું હતું કે જીડીપીની વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 18.5 ટકા રહેશે. બીજી બાજુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે 21.4 ટકાના વિકાસ દરનો અનુમાન લગાવ્યો હતો.