1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 30 ઑગસ્ટ 2021 (12:32 IST)

Share Market: શેરમાર્કેટમાં ઉછાળો, નિફ્ટી 17000ને પાર

સોમવારે અઠવાડિયાના પ્રથમ દિવસે, શેરબજાર(Stock Market) ટોચ પર પહોચ્યુ.  વિદેશી બજારોમાંથી આવતા મજબૂત ટ્રેંડ વચ્ચે ભારતીય શેરબજાર ગ્રીન નિશાન સાથે ખુલ્યું હતું. અત્યાર સુધીના વેપાર દરમિયાન, સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સે (sensex) 56,734.29 અને NSE નિફ્ટી (Nifty)એ 16,881.35 ની નવી લાઈફટાઈમ ઊંચાઈ બનાવી હતી. બજારમાં મેટલ, રિયલ્ટી, બેંકો સહિત લગભગ દરેક ક્ષેત્રમાં સારી ખરીદી થઈ રહી છે.
 
સવારે 11:24 વાગ્યે, સેન્સેક્સ 0.96% અથવા 536 પોઈન્ટના ઉછાળા સાથે 56,661.54 પર વેપાર કરી રહ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 0.93%ના વધારા સાથે 16,861.6 પર વેપાર કરી રહ્યો છે. 
 
બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 26 શેરો મજબૂતી સાથે વેપાર કરી રહ્યા છે. ટાટા સ્ટીલનો હિસ્સો સૌથી વધુ 3.55%છે. તે જ સમયે, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, મારુતિ, એલટી, એરટેલ વગેરેના શેર પણ નફામાં છે. ટેક મહિન્દ્રા અને નેસ્લે ઇન્ડિયાના શેરોમાં નબળાઇ છે.
 
અમેરિકાના શેરબજારે પણ ટોચ પર 
 
US ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યો છે કે કેન્દ્રીય બેંક આ વર્ષના અંત સુધીમાં બોન્ડ(Bond) ખરીદવાના કાર્યક્રમને ઘટાડવાનું શરૂ કરી શકે છે. આ નિર્ણય બાદ અમેરિકાના શેરબજારમાં ઘણી સારી વૃદ્ધિ જોવા મળી હતી. S&P 500 ઇન્ડેક્સ અને Nasdaq પણ નવો હાઈ રેકોર્ડ બનાવ્યો છે.