રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 1 નવેમ્બર 2022 (14:55 IST)

ડિજીટલ રૂપિયાનો પ્રથમ પાયલટ ટ્રાયલ આજથી થશે શરૂ 9 બેંક લેશે ભાગ, જુઓ વિગત

દેશની ડિજીટલ મુદ્રા ડિજીટલ રૂપિયાનુ પ્રથમ પાયલટ પરીક્ષણ એક નવેમ્બર એટલે કે આજથી શરૂ થઈ ગયુ. આ ટ્રાયલમાં 9 બેંક ભાગ લેશે જે સરકારી લેવણ-દેવણ માટે આ ડિજીટલ મુદ્રાનુ ઉપયોગ કરાશે. ભારતીય રિઝર્વ બેંકએ સોમવારે રજૂ એક નિવેદનમાં કહ્યુ, ડિજઈટલ રૂપિયાનુ પ્રથમ પાયલટ પરીક્ષણ એક નવેમ્બરથી શરૂ થશે. આ પરીક્ષણના હેઠણ સેકંડરી માર્કેટમાં સરકારી સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રાયલ ડિજીટલ રૂપિયાના હોલસેલ સેગમેંટનુ છે. 
 
આરબીઆઈએ 'સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી' (CBDC) રજૂ કરવાની તેની યોજનાની દિશામાં પગલા ભરતા ડિજીટલ રૂપિયાનો પાયલટ પરીક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યુ છે. 

આ ટ્રાયલમાં સામેલ બેંકોના નામ - સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC છે.
 
શું છે ડિજીટલ રૂપિયા 
ડિજીટલ કરેંસી એક વર્ચુઅલ કરેંસી છે જેને ઑનલાઈન વૉલેટમાં જ રાખી શકાય છે. 
 
- લોકોને જાગરૂક કરવા માટે RBI એ કાંસેપ્ટ નોંધ પણ રજૂ કર્યિ. 
 
- ઈ રૂપી 2 પ્રકારના હશે. ખુદરા વપરાશ માટે રિટેલ અને થોક વેપારમાં હોલસેલ ઈ રૂપી. 
 
- ડિજીટલ કરેંસીથી રોકડ નિર્ભરતા ઓછી થશે. 
 
- દુનિયાભરમાં આશરે 81 દેશ તેમની ડિજીટલ કરેંસી લાવવાની તૈયારી કરી રહ્યા છે.