ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (11:41 IST)

નોટબંધી - મની ક્રાઈસિસથી ટુરિઝમ બિઝનેસમાં 65 ટકાનો ઘટાડો

નોટબંધીના કારણે લોકો પોતાના મોજ-શોખ પણ ભુલી ગયા છે. ખાસ કરીને જેઓ હરવા-ફરવાના શોખિન છે તેઓ હાલ પ્રવાસ કરવાના બંધ કરી દીધા છે. તમામ વ્યાપાર-ધંધાની જેમ ટુરિઝમ બિઝનેસ ઉપર પણ નોટબંધીની મોટી અસર વર્તાઇ છે. અમદાવાદમાં નાની મોટી ૮૦૦ કરતાં વધુ ટુરિઝમ એજન્સીઓ આવેલી છે. હાલ ટુરિઝમ બિઝનેસમાં ૬૦ થી ૬૫ ટકા ઘટાડો થયો છે. મની ક્રાઇસિસને કારણે જેઓ પ્રવાસ કરવાનું કેન્સલ કરી રહ્યા છે તેમને લોનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જો કે, ઓનલાઇન બુકિંગમાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે.   નોટબંધીના શરૃઆતના દિવસોમાં ટુરિઝમ બિઝનેસમાં અચાનક તેજી આવી ગઇ હતી. કારણ કે, જે લોકો પાસે બ્લેક મની હતી તેઓ એડવાન્સ ટુરનું બુકિંગ કરાવી રહ્યા હતા પરંતુ ટુરિઝમ એજન્સીઓએ આ પ્રકારના બુકિંગ લેવાનું બંધ કરી દીધુ હતું.   જો કે, ટુરિઝમ ક્ષેત્રે કામ કરતા લોકો માની રહ્યા છે કે, ડિસેમ્બર પછી ટુરિઝમ ક્ષેત્રે તેજી આવશે. લોકો પાસે જે વધારાના પૈસા છે તેનો લોકો ખર્ચ જરૃર કરશે.  નોટબંધીના શરૃઆતના દિવસોમાં કેટલાય એવા ગ્રાહકો હતા જેઓ લોન્ગ ડિસ્ટન્સ અથવા આવતા વર્ષનું એડવાન્સ બુકિંગ કરવા માટે ફોન કરતા હતા. બ્લેક મની ધરાવતા ગ્રાહકોએ વધુ પ્રમાણમાં ફોન કર્યા હતા. હાલ લોકો પાસે મની ક્રાઇસિસ ઉભી થઇ છે જેના કારણે અમે ઇએમઆઇથી પ્રવાસીઓને રાહત થાય એવી સુવિધા આપી રહ્યા છે. પ્રવાસીઓ હપ્તેથી પૈસા ચુકવીને પ્રવાસ કરી શકે એવી વ્યવસ્થા ઉભી કરી છે. જો કે, જાન્યુઆરી મહિના બાદ પ્રવાસન ક્ષેત્રે તેજી આવે એવા સંકેત દેખાઇ રહ્યા છે.