સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: જાલંધર. , શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (11:20 IST)

બિટકોઈનની ટ્રેડિંગ કરનારાઓની લિસ્ટ તૈયાર કરવા લાગી ED

ડ્રગ મની અને હવાલા રાશિમાં બિટકોઈની સંલિપ્તતાની વાત પ્રકાશમાં આવ્યા પછી દેશની બધી  એજંસીઓ સતર્ક થઈ ગએ છે. બિટકોઈનની ટ્રેડિંગ કરનારાઓને જલ્દી જ આફત આવવાની છે.  ઈંફોર્સમેંટ ડાયરૈક્ટોરેટ(ઈડી)એ બિટકૉઈનની ટ્રેડિંગ કરનારાઓની લિસ્ટ તૈયાર કરવી શરૂ કરી દીધી છે.  ઈ.ડી. ની આ કાર્યવાહી પછી બિટકોઈનની ટ્રેડિંગ કરનારાઓમાં હડકંપ મચી ગયો છે. 
 
ડ્રગ મનીમાં બિટકોઈનની સંડોવણી શોધવામાં લાગી STF
 
ડ્રગ મનીમાં બિટકોઈનની સંડોવણી શોધવામાં સ્પેશલ ટાસ્ક ફોર્સ  (એસટીએફ) પણ લાગી ગઈ છે. બીજી બાજુ હવાલા વેપારીઓના આ ગોરખધંધા પર એજંસીઓ નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે ક્રિપ્ટો કરંસી બિટકોઈને દેશભરમાં તહલકો મચાવ્યો છે. તેમાં દેશના લાખો લોકો રોકાણ કરી ચુક્યા છે. બિટકોઈનના રેટમાં અચાનક વૃદ્ધિ પછી તો આ ચર્ચાનો વિષય બન્યો છે. 
 
ઈ.ડીની સક્રિયતાને કારણે પહેલા પણ ડ્રગ માફિયા અને હવાલા વેપારીઓના પર્દાફાશ થતો રહ્યો છે. હવે ડ્રગ માફિયાએ પોલીસ અને ઈ.ડી.ના શિકંજામાંથી બચવા માટે પોતાની રમતમાં થોડો ફેરફાર કર્યો છે. હવે બિટકોઈન દ્વારા ડ્રગમાં પૈસા લગાવાય રહ્યા છે. બિટકૉઈન દ્વારા જ ડૃગ મનીની લેવડ-દેવડ કરવામાં આવી રહી છે. એટલુ જ નહી તેના દ્વારા હવાલા રકમને પણ આમ તેમ કરવામાઅં આવી રહી છે. 
 
 
બિટકોઈન પર કેન્દ્રીય બેંકોનુ નિયંત્રણ નહી 
 
પારંપારિક મુદ્દાઓ પર એકબાજુ જ્યા કેન્દ્રીય બેંકોનુ નિયંત્રણ હોય છે તો બીજી બાજુ બિટકોઈન પર એવુ કોઈ નિયંત્રણ નથી. યૂઝર્સ, માઈનર્સ અને રોકાણકારો મળીને બનેલ એક કમ્યુનિટી બિટકોઈનને સંભાળે છે. આજ સુધી જાણ નથી થઈ શકી કે બિટકોઈન બનાવનારા સાતોષી નાકામોતો છે કોણ.   ઓસ્ટ્રેલિયાઈ કમ્પ્યૂટર વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ ક્રેગ રાઈટે મે 2016માં દાવો કર્યો કે તે સાતોષી નાકામોતો છે. પણ તેઓ આ વાતને સાબિત ન કરી શક્યા.  અત્યાર સુધી 1.67 કરોડ બિટકોઈન જ રજુ કરવામાં આવ્યા છે. હાલ પ્રત્યેક દસ મિનિટમાં 12.5 બિટકોઈન રજુ કરવામાં આવે છે. માઈનિંગ કમ્પ્યૂટરોને ચલાવવા માટે ઘણી ઉર્જા જોઈએ.  જેટલી વધુ બોલી લાગે છે એટલા જ વધુ કમ્પ્યૂટર હરીફાઈમાં ઉતરે છે.  એ જ હિસાબથી ઉર્જાની ખપત વધી જાય છે.