આજથી ખાદ્ય તેલમાં થયો ભાવ વધારો, પામતેલમાં એક દિવસમાં 90 નો વધારો
તહેવારોમાં લોકોમાં ખાદ્યતેલની માંગ બમણાથી વધુ રહેતી હોય છે ત્યારે મૌકે કા ફાયદા ઉઠાવવા તેલલોબીએ ભાવમાં વધારો ઝીંક્યો છે. આજે પામતેલમાં એક દિવસમાં જ ડબ્બે રૂ।. 90નો વધારો થતા તેના પગલે સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ।. 20નો અકારણ વધારો ઝીંકી દેવાયો છે.પામતેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ નીચા છે પરંતુ, કંડલાથી માલની સપ્લાયમાં ઢીલ થતા કામચલાઉ સમય પૂરતો ભાવ વધારો થયાનું વેપારી વર્તુળોએ જણાવ્યું હતું.
ગઈકાલે પંદર કિલો પામતેલ ડબ્બાના રૂ।. 1985-1990માં આજે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સટ્ટાખોરોએ એક દિવસમાં રૂ।. 90નો વધારો કરતા રાજકોટમાં ભાવ કૂદકો મારીને રૂ।. 2050- 2080ના ભાવે સોદા થયા હતા. રાજકોટ બજારમાં સિંગતેલ ફરી રૂ।. 2800ને પાર થઈ શનિવારે ડબ્બાના રૂ।. 2740-270 વધીને આજે રૂ।. 2760-2610 થયા હતા તો કપાસિયા પણ રૂ।. 2500ની સપાટી કૂદાવીને આજે રૂ।. 2460-2510ના ભાવ રહ્યા હતા.