ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2023 (14:22 IST)

EPFO interest rates- પ્રોવિડન્ટ ફંડનાં વ્યાજમાં વધારો

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. EPFO એ કર્મચારીની પ્રોવિડન્ટ ફંડનાં વ્યાજ (Interest Rate) વધારીને 6.15 કરી નાખ્યુ છે. સીબીટીની બેઠક કાલે એટલે કે સોમવારે શરૂ થઈ હતી. આ દરમિયાન શકયતાઓ જણાવી રહી હતી કે ઈપીએફઓની તરફથી વ્યાજ ટકામાં વધારો કરાશે. આવુ થયુ પણ છે. 
 
EPFOએ વ્યાજ દરમાં વધારો કર્યો છે. માર્ચ 2022 માં, સરકારે 2021-22 માટે 8.1% EPF દરની જાહેરાત કરી, જે 1977-78 પછીના 40 વર્ષમાં સૌથી નીચો છે. સીબીટીની બેઠક 28 માર્ચ સુધી ચાલશે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે મીટિંગના અંત સાથે, કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે.