1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (08:09 IST)

Facebook Name Change: ફેસબુકે કંપનીનું નામ બદલ્યું, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ હવે 'મેટા' હશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે(Facebook) પોતાની કંપનીનું નામ બદલીને 'મેટા' (Meta)કરી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી એવી રિપોર્ટ આવી રહી હતી કે ફેસબુક નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાનું વિચારી રહ્યું છે. ફેસબુક "મેટાવર્સ" બનાવવા પર ધ્યાન ફોકસ કરી રહ્યું છે, જે મૂળભૂત રીતે એક ઓનલાઈન દુનિયાછે જ્યાં લોકો વર્ચ્યુઅલ એનવાયરમેંટમાં ટ્રાંસફર કરવા અને કમ્યુનિકેશન કરવા માટે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે. આ પરિપૂર્ણ કરવા માટે, કંપનીએ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભારે ઈનવેસ્ટ કર્યું છે.
 
ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી હતી કે કંપની માત્ર સોશિયલ મીડિયા કંપનીમાંથી આગળ વધીને એક  "મેટાવર્સ કંપની" બનશે અને "એમ્ગોઈડેડ ઈન્ટરનેટ" પર કામ કરશે, જેમા અસલ અને વર્ચુઅલ દુનિયાનો મેળ પહેલાથી ઘણો વધુ હશે.