ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 માર્ચ 2019 (15:24 IST)

FB બંધ થવાનો મેસેજ થઈ રહ્યો છે વાયરલ, જાણો શુ છે હકીકત

નમસ્તે.. હુ માર્ક છુ. ફેસબુકના નિદેશક બધાને નમસ્કાર. સોશિયલ મીડિયા પર ક્યાય પણ આવુ લખેલુ દેખાય તો સમજી લો કે આ ખોટુ છે. આ વાત સાચી છે કે ફેસબુકની સર્વસ ગઈકાલથી સતત પ્રભાવિત છે. ખૂબ જ સ્લો અને ડાઉન થઈ રહી છે. ફેસબુક, ઈંસ્ટા અને મૈસેંજરમાં સમસ્યા આવી રહી છે. હવે તેને લઈને ફેસબુક અને વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી  રહ્યુ છેકે આ મેસેજને 18 લોકોને મોકલો નહી તો તમારુ ફેસબુક એકાઉંટ સાંજે છ વાગ્યે બંધ થઈ જશે. 
 
આ મેસેજમાં લખ્યુ છે કે ફેસબુકનુ સર્વર ઓવરલોટ થઈ ગયુ છે અને આ કારણે ફેસબુકના સીઈઓ માર્ક જકરબર્ગ લોકોને અપીલ કરી રહ્યા છે કે આ મેસેજમાં લખવામાં આવેલ દરેલ લાઈન એકદમ ખોટી છે ફરજી છે ફેક છે.. તેમા કોઈ હકીકત નથી. 
 
ફેસબુકમાં સમસ્યા આવી રહી છે એ સાચુ છે પણ અત્યાર સુધી કંપનીએ આ મામલે કોઈ સ્ટેટમેંટ આપ્યુ નથી.  આવુ પહેલીવાર નથી થઈ રહ્યુ કે જ્યારે ફેસબુક ડાઉન થયુ છે. પહેલા પણ આવુ થતુ રહ્યુ છે અને મોટેભાગે ફેસબુકે તેનુ કારણ બતાવ્યુ નથી. 
 
આ પ્રકારના મેસેજ નવા નથી અને બીજાને ફોરવર્ડ કરનારા મેસેજ વાયરત થતા રહે છે. તેમા કોઈ હકીકત નથી અને તેને એકવાર ધ્યાનથી વાંચો તમને અંદાજ આવી જશે કે આ ફેક છે. 
 
ફેસબુક પર આ ફેક મેસેજ નવો નથી. આ ગયા વર્ષનો છે અને સમય સમય પર આ વાયરલ થાય છે. લોકો એકબીજાને મેસેજ કરે છે. કેટલાક લોકો ફેસબુક પોસ્ટના રૂપમાં તેને શેયર કરે છે અને કેટલાક તેને સત્ય માની લે છે. એક વાતનુ ધ્યાન રાખો ફેસબુક આ પ્રકારના નિવેદન ક્યારેય આપતુ નથી. જો તમને પણ ક્યાકથી આ મેસેજ મળે છે કે આ પોસ્ટ તમે જોઈ છે તો તેની રિપોર્ટ કરો અને બતાવો કે આ ફેક છે.